ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, ભચાઉ નજીક કેન્દ્રબિંદુ

સરહદી કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે રવિવારે ભૂકંપના આંચકા નોંધાયા છે. રવિવારે સાંજે 5:11 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો કચ્છના ભચાઉથી નોર્થ ઇસ્ટ દિશામાં 14 કિલોમીટર દૂર નોંધાયો છે. જેની જમીનમાં ઊંડાઈ 27 કિલોમીટર હતી. આ ઉપરાંત આજના દિવસમાં અન્ય ચાર આંચકા પણ નોંધાયા છે.

Etv Bharat, Gujarati News, Kutch Earthquake
Kutch Earthquake

By

Published : Jul 5, 2020, 6:13 PM IST

કચ્છઃ ગાંધીનગર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટની સત્તાવાર વિગતો મુજબ રવિવારે સાંજે પાંચ કલાકે અને 11 મિનિટે ભચાઉ નજીક નોંધાયેલા ભુકંપની તીવ્રતા 4.2 રહી હતી. જોકે તેની અસર દૂર સુધી જોવા મળી નથી. આ ઉપરાંત ચાર કલાકે 32 મિનિટ 2.1 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જયારે વહેલી સવારે ત્રણ કલાકે 32 મિનિટે 1.7 ની તીવ્રતાનો આંચકો, 11 કલાકે 42 મિનિટે 1.6ની તીવ્રતાનો આંચકો તીવ્રતાનો અને રાત્રે 1:50 મિનિટે 1.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

કચ્છમાં ભૂકંપની ફોલ્ટલાઇન ધરાવતા વાગડ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે આ વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા નોંધાયા છે. જોકે આ ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનીના સમાચાર નથી. આ ઉપરાંત 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જમીનમાં 27 કિલોમીટરની ઊંડાઈએ હોવાથી તેની તીવ્રતા પણ વધુ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, 2001ના ભુકંપ પછી કચ્છની ધરામાં અત્યાર સુધીમાં હજારો ભૂકંપના આંચકા નોંધાયા છે. થોડા દિવસો અગાઉ વાગડની સાઉથ ફોલ્ટનલાઇન નજીક ભુકંપનો આંચકો નોંધાયો હતો. જેની અસર કચ્છ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ અનુભવાઇ હતી. આ પછી બે દિવસ સુધી આંચકા નોંધાતા રહ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે થોડા દિવસના અંતરાલ બાદ ફરીથી આજે 4.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details