કચ્છ:કચ્છની દરિયાઇ સીમામાંથી ફરી ડ્રગ્સ મળી આવ્યું છે. બીએસએફને માદક પદાર્થના જુદાં જુદાં બેટ પરથી 5 પેકેટ મળી આવ્યા છે. જખૌના દરિયાઈ કાંઠેથી 8 કિલોમીટર દૂર લુણા બેટ પરથી બીએસએફને માદક પદાર્થનો 1 પેકેટ તો જખૌના દરિયાઈ કાંઠેથી 4 કિલોમીટર દૂર ખિદરત બેટ પરથી 4 પેકેટ મળી આવ્યા છે.
માદક પદાર્થના 5 પેકેટ મળી આવ્યા:એપ્રિલ મહિનાથી કચ્છની દરિયાઇ સીમામાંથી અનેક વાર માદક પદાર્થના પેકેટ ઝડપાયા છે. BSFની એક વિશેષ સર્ચ પાર્ટી દ્વારા આજે જખૌના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું જેના ભાગરૂપે 8 કિલોમીટર દૂર લુણા બેટ પરથી માદક પદાર્થનો 1 પેકેટ તો 4 કિલોમીટર દૂર ખિદરત બેટ પરથી 4 પેકેટ મળી 5 પેકેટ મળી આવ્યા છે.
બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ:રિકવર કરાયેલ માદક પદાર્થના પેકેટનું વજન આશરે 1 કિલો જેટલું છે. માદક પદાર્થના પેકેટને પ્લાસ્ટિકના સ્તરથી લપેટવામાં આવ્યું હતું.આ પેકેટ પર ' 36 coffee pads mild' અને અન્ય પેકેટ પર અફઘાન પ્રોડક્ટ પ્રિન્ટ કરવામાં આવેલ છે. માદક પદાર્થની પ્રકૃતિ અને પ્રકાર અંગે હાલ બીએસએફ દ્વારા વધુ તપાસ માટે પેકેટ મોકલી આપવામાં આવ્યા છે.
એપ્રિલથી આજ સુધીમાં 41 પેકેટ કરાયા જપ્ત:ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023થી આજ સુધી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા 41 પેકેટ અન્ય માદક પદાર્થના મળી આવ્યા છે. તો માદક પદાર્થના પેકેટો મળી આવ્યા બાદ BSFએ જખૌ કિનારે અલગ અલગ બેટ પર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.ઉલ્લેખનીય છે કે દરિયાના ઊંડા મોજાથી ચરસના પેકેટ ધોવાઈને ત્યાર બાદ ભારતીય દરિયાઈ સીમામાં તણાઈ આવે છે.
- Kutch News : જખૌના શેખરણ પીર બેટ પરથી ચરસના 2 પેકેટ મળી આવ્યા, એપ્રિલથી આજ સુધીમાં 29 પેકેટ જપ્ત
- KUTCH NEWS : BSF અને NIU એ જખૌ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટો કબજે કર્યા