દમણઃ રવિવારે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર વલસાડ અને પાલઘર જિલ્લામાં ફરી ધરતી ધ્રુજી હતી. રવિવારે નોંધાયેલા આંચકા બાદ ગત રાત્રે 6 એપ્રિલે 12:18 મિનિટે 3.0 રિક્ટર સ્કેલનો આંચકો નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ પાલઘરના પાટીલપાડામાં નોંધાયું છે, જ્યારે એ પહેલા 5મી એપ્રિલ રવિવારે રાત્રે 09:32 વાગ્યે 1.7 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ વરખંડે દાપચેરી નજીક નોંધાયું હતું.
એ જ રીતે 5મી એપ્રિલના બપોરે 02:45 વાગ્યે 1.4નો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પણ દાપચેરી નજીક હતું. જ્યારે 5મી એપ્રિલના વહેલી સવારે 6:59 મિનિટે 2.0 રિક્ટર સ્કેલનો આંચકો વલસાડ જિલ્લામાં નોંધાયો હતો. વલસાડથી સાઉથ-સાઉથ વેસ્ટ તરફ 49 કિલોમીટર દૂર ઉમરગામ તાલુકાના સંજાણ નજીકના ધીમણિયા પાસે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાનું ગાંધીનગર સિસમોલોજીકલ ડિપાર્ટમેન્ટે નોંધ્યું હતું. 5મી એપ્રિલના 2:51 વાગ્યે રાત્રે પાલઘરના જીંગાવ ગામે કેન્દ્રબિંદુ ધરાવતો 1.6 નો આંચકો નોંધાયો હતો.
મહારાષ્ટ્રની સરહદ પર ધરતીકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ - મહારાષ્ટ્રની સરહદ પર 5 ધરતીકંપના આંચકા
એક તરફ ગુજરાત મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ધરતીમાં પણ સળવળાટ થતા રવિવારે એક જ દિવસમાં 3.0 રિક્ટર સ્કેલ સુધીના 5 ધરતીકંપના આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મહારાષ્ટ્રની સરહદ પર 5 ધરતીકંપના આંચકા,
આમ રવિવારે રાતથી સોમવારની રાત્રી દરમિયાન વલસાડ-પાલઘરમાં 5 જેટલા ધરતીકંપના આંચકા અનુભવતા લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. એક તરફ કોરોનાને લઈને લોકો ઘરમાં જ લોક થયા છે, ત્યારે ધરતીકંપના આ હળવા કંપનથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.