કચ્છ: ભુજના દરબારગઢ ખાતે આવેલ 5 સદી પુરાણા પ્રાગ મહલ ખાતે કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાની જન્મજયંતિ નિમિતે તેમની મૂર્તિનું મહારાણી પ્રિતિદેવિના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 500 વર્ષ જૂના રાણીવાસનું જે પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે તેના પ્રથમ ચરણને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાગ મહલના પટાંગણમાં રાજાની 8 ફૂટ ઊંચી, 3.5 ફૂટ પહોળી અને 2 ફૂટ લંબાઈની મૂર્તિ આજે સ્થાપિત કરવામાં આવી છે.
પ્રતિમાની ખાસિયત:મહારાવ પ્રાગમલજી ત્રીજાની આ કાંસ્યની મૂર્તિ મૂળ કચ્છના અને હાલ વડોદરા ખાતે શિલ્પકાર તરીકે પોતાની કલાકારી કરતા રુદ્ર ઠાકર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ અંગે માહિતી આપતા શિલ્પકારએ જણાવ્યું હતું કે આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મૂર્તિની વજન 450 કિલો જેટલું છે અને ખાસ કરીને તેનું આયુષ્ય છે તે 500 વર્ષ જેટલું છે. જેમ આ મૂર્તિને ખુલ્લામાં મૂકવામાં આવશે તેમ તેની શોભા વધશે અને આયુષ્ય વધશે. આ મૂર્તિને બનાવતા 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં વપરાયેલ મટીરીયલ માંથી બનાવવામાં એવું છે જેને કોઈ પણ વાતાવરણમાં નુકસાની નહીં થાય. આ અગાઉ પણ શિલ્પકાર રુદ્ર દ્વારા મહારાવના નિવાસ્થાને તેમની મૂર્તિ બનાવવામાં આવી હતી તો ભુજના આશાપુરા મંદિરમાં પણ એક યંત્ર તેના દ્વારા બનાવવામાં આવ્યું છે.
મહારાવની ત્રીજી પ્રતિમાનું અનાવરણ:દેવપર ઠાકોર રાજકુંવર કૃતાર્થસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'આજે નરસિંહ જયંતિ છે અને મહારાવ પ્રાગમલજી ત્રીજાનો આજે તિથિ મુજબ જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે 3જી મે 2021ના મહારાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 25 દિવસ તેઓ હોસ્પિટલમાં હતા. મહારાણી સાહેબે નિર્ણય લીધો કે મહારાવે જે કામ કચ્છ માટે કર્યા છે તેના માટે એમની એક પ્રતિમા બધી જગ્યાએ હોવી જોઈએ. સૌથી પહેલી પ્રતિમા રણજીત વિલાસમાં નરસિંહ જયંતિ 2022માં સ્થાપિત કરવામાં આવી. આજે 2023 માં દરબારગઢ ચોકમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત જન્માષ્ટમી 2023 ના વિજયરાજ બાવાનો જન્મદિવસ છે ત્યારે માંડવીના વિજ્યરાજ પેલેસ ખાતે પ્રાગમલજી ત્રીજા અને વિજયરાજ બાવાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
આજના મુખ્ય સમાચાર |