ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ધ્રબુડીના દરિયા કિનારે 57.50 લાખની કિંમતના ચરસના વધુ 4 પેકેટ મળી આવ્યા - mandavi beach

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળવાનો સિલસિલો યથાવત છે. બે દિવસ અગાઉ જ જખૌના દરિયાઇ વિસ્તારમાં ચરસના 19 પેકેટ મળ્યા બાદ માંડવીના ધ્રબુડી પાસેના દરિયાકિનારાથી ચરસના 13 પેકેટ મળ્યા હતા અને વધારે તપાસમાં ચરસના વધુ 4 પેકેટ મળી આવ્યા છે.

કચ્છ
કચ્છ

By

Published : Jul 9, 2021, 6:51 PM IST

  • માંડવીના ધ્રબુડીના દરિયા કિનારે ચરસના વધુ 4 પેકેટ મળ્યા
  • સાગર રક્ષક દળના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન પેકેટ હાથ લાગ્યા
  • કચ્છમાં 3 દિવસમાં ચરસના કુલ 36 પેકેટ મળી આવ્યા

કચ્છ: માંડવીના ધ્રબુડીના દરિયા કિનારે પોલીસના સાગર રક્ષક દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન દરિયાના પાણીમાં તણાઈને આવેલા બિનવારસી હાલતમાં ચરસના 13 પેકેટ મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને SRDના જવાનો દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં ચરસના વધુ 4 પેકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: જખૌના સમુદ્રી વિસ્તારમાંથી ભારતીય કોસ્ટ ગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન ચરસ(Hashish)ના 19 પેકેટ કબ્જે કર્યા

છેલ્લાં 3 દિવસમાં ચરસના કુલ 36 પેકેટ મળી આવ્યા

કચ્છના વિવિધ દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 3 દિવસથી જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 19 અને માંડવીના ધ્રબુડીના દરિયા કાંઠેથી 17 મળીને કુલ 36 જેટલા બિનવારસી હાલતમાં કેફી દ્રવ્યોના પેકેટ્સ મળી આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 57.50 લાખ છે.

BSF અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે

કચ્છમાં અવારનવાર કેફી દ્રવ્યો દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને BSF તથા ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details