- પૂર્વ કચ્છ LCBના કર્મચારીઓએ જાહેરમાં કેક કાપી, આતશબાજી કરી
- રાત્રી કરફ્યૂ તથા કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો
- પૂર્વ કચ્છ પોલીસ વડાએ કર્મચારીઓની કરી બદલી
કચ્છ: પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ કર્મચારીઓ દ્વારા નિયમોની વિરુદ્ધ જઈને જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. જેનાથી ભારે વિવાદ સર્જાયો છે પોલીસ કર્મચારીઓ દ્વારા કેક કાપી તેમજ આતશબાજી પણ કરવામાં આવી હતી. દસેક દિવસ જૂનો વિડિયો વાયરલ થયો છે .જેમાં જાહેરમાં પોલીસ કર્મચારીઓએ જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી અને કેક કાપી તથા ઉત્સાહમાં આતશબાજી કરીને પણ હતા તેવો વીડિયોમાં જણાઈ આવે છે.
ગાંધીધામ LCBના 4 કર્મચારીઓએ નિયમોની વિરુદ્ધ જઈને જન્મદિવસની કરી ઉજવણી રાત્રી કર્ફ્યુના નિયમનો ઉલ્લંઘન થયોરાજ્ય સરકાર દ્વારા 36 શહેરમાં રાત્રી કરર્ફ્યુ લગાવવામાં આવ્યું છે જેમાં કચ્છ જિલ્લાના ભુજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે ત્યારે ગાંધીધામ LCBના 4 કર્મચારીઓ દ્વારા રાત્રિ કરફ્યુ તથા કોરોના ની ગાઇડ લાઇનનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવ્યું નથી. કોઈપણ કર્મચારીએ માસ્ક પણ પહેર્યું નથી. કોવિડ ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પણે ઉલ્લંઘન થઇ રહ્યું છે.
વધુ વાંચો:ભુજના સામત્રા ગામે લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા ગુનો દાખલ
જો સામાન્ય વ્યક્તિ દ્વારા ઉજવણી કરાઇ હોય તો...
ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસને નિયમ લાગુ પડતો નથી ? એક બાજુ કોરોના વકરે નહીં તે માટે લઈને રાત્રી કર્ફ્યુ લગાવામાં આવ્યો છે અને બીજી બાજુ પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જો સામાન્ય માણસ આવી રીતે ઉજવણી કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પોલીસના કર્મચારીઓ દ્વારા જાહેરમાં કોરોના ગાઈડલાઇનનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીધામ LCBના 4 કર્મચારીઓએ નિયમોની વિરુદ્ધ જઈને જન્મદિવસની કરી ઉજવણી વધુ વાંચો:અમદાવાદના મેયરની ઉપસ્થિતિમાં કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ ધજાગરા
ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે તથા LCBના ચાર પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ કવાટર ગાંધીધામમાં બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત વાયરલ વીડિયોમાં જોવા મળતા અન્ય શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે ETV ભારત દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઇ શકયો ન હતો.