ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકની નાપાક હરકતઃ કચ્છના જખૌ દરિયાકાંઠેથી 4 લાખનું ચરસ મળ્યું - કચ્છ પોલીસ

કચ્છ જખૌના દરિયાકાંઠેથી વધુ એક વખત બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ઇન્ટર સેપ્ટર ક્રાફ્ટ ટીમ જખૌના દરિયા કિનારા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન 4 લાખની કિંમતના ચરસના 3 પેકેટ મળી આવ્યા હતા.

By

Published : Dec 26, 2020, 3:23 PM IST

  • કચ્છના દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળ્યું
  • કોસ્ટગાર્ડની ટીમને ઝાડીઓમાંથી મળ્યું ચરસ
  • ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને 4 લાખની કિંમતના ચરસના 3 પેકેટ મળ્યા

કચ્છઃ જિલ્લાના જખૌ દરિયાકાંઠેથી વધુ એક વખત બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ઇન્ટર સેપ્ટર ક્રાફ્ટ ટીમ જખૌના દરિયા કિનારા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન સમુદ્ર કિનારે ચેરિયાની જાળીઓ માંથી 4 લાખની કિંમતના ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. આ ચરસની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજે 3 કિલોની ચરસની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ થઇ હતી.

પાકની નાપાક હરકતઃ કચ્છના જખૌ દરિયાકાંઠેથી 4 લાખનું ચરસ મળ્યું

ભારતીય કોસ્ટ ગાર્ડને મળ્યું ચરસ

ભારતીય કોસ્ટ ગાર્ડને કચ્છ જખૌના અને તેની આસપાસના સમુદ્ર તટ પાસેથી અત્યાર સુધી 202 પેકેટ મળી આવ્યા છે. જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા સુધીની થાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ રીતે જખૌના દરિયાકાંઠેથી સૌપ્રથમ પશ્ચિમ કચ્છ પોલીસે ચરસનો જથ્થો ઝડપ્યા બાદ અલગ-અલગ એજન્સીઓને વિવિધ જગ્યાએથી 1200થી વધુ પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. આ જથ્થો કચ્છના દરિયાકિનારે કઈ રીતે પહોંચ્યો તેની સત્તાવાર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે એવું માનવામાં આવે છે કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા દરિયામાં આ જથ્થો ફેંકી દેવાયા બાદ તે કચ્છના છેવાડાના દરિયા કિનારા તરફ ત્રણાઈ આવે છે.

ABOUT THE AUTHOR

...view details