ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં લોકડાઉનનો ઉલ્લંઘન કરનારા સામે તવાઈ, ચાર પકડાયા - ગુજરાતમાં કોરોના

કોરના મહામારી સામે લડવા દેશમાં લોકડાઉન કરાયું છે, પરંતુ કેટલાક લોકો તેની ગંભીરતાને સમજતા નથી. હવે પોલીસે ડ્રોન કેમેરા વડે આ તત્વો સામે  કડક હાથે કામ લેવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર કચ્છમાં ડ્રોન કેમેરા વડે શેરી, મહોલ્લા પર નજર રાખી રહી છે. તો બીજી તરફ પોલીસે જાગૃતોની મદદ સાથે ખાસ કામગીરી આદરી દીધી છે. ગાંધીધામમાં ચાર લોકોને ડ્રોન કેમેરા વડે ઝડપી લઈ તેમેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

કચ્છ
કચ્છ

By

Published : Mar 29, 2020, 7:47 PM IST

કચ્છઃ રવિવારે ભૂજ, ગાંધીધામ, રાપર સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસે ડ્રોન કેમેરા ઉડાડયા હતા. આ સાથે પોલીસ વાન વડે માઈક પર લોકોને ડ્રોન વડે થયેલી રહેલી કામગીરીથી વાકેફ કરીને જો હવે બહાર નિકળશો તો પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. તેવી ચેતવણી અપાઈ હતી. ગાંધીધામમાં પોલીસે ચામુંડા નગર, ભારત નગર, કૈલાસ સ્કુલ પાસે એકત્ર થયેલા ચાર યુવાનોને વિડિયોગ્રાફીમાં ઝડપી લઈને ગુનો નોંધ્યો હતો.


બીજી તરફ લોકડાઉનનો ભંગ કરવા વાળાને ઝડપી લેવા માટે કચ્છનાં બન્ને પોલીસ વિભાગ દ્વારા વ્હોટસએપની મદદથી પોલીસે લોકોને લોકડાઉનની સફળ બનાવવા કામે લગાડયા છે. લોકડાઉનનો ભંગ કરીને રોડ ઉપર રખડતા કે ચારથી વધુ એકઠા થતા લોકો માટે પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગ દ્વાર બે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યા છે. જેન ઉપર નિયમનો ભંગ કરનારા લોકોની માહિતી ફોટા કે વિડિઓ સ્વરૂપે આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાએ વોટ્સએપ નંબર 63596 25822 જાહેર કરીને તેની ઉપર ફોટા કે વિડિઓ મોકલવાની અપીલ કરી છે. આવી જ રીતે પૂર્વ કચ્છનાં પોલીસ અધિક્ષકે પણ એક વોટ્સએપ નંબર 90990 51100 જાહેર કર્યો છે. આ બંને વોટ્સએપ નંબરને ભુજ તથા ગાંધીધામ ખાતે આવેલા કન્ટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. જેવા આ બંને નંબર ઉપર લોકડાઉન ભંગ કરનારાઓની વિગત આવશે કે તુરંત જ સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેમની માહિતી પહોંચી જશે અને પોલીસની ટીમ ઘટનાની જગ્યાએ જઈને આવા તત્વોને ઝડપી લેશે. પોલીસની આ પ્રકારની કામગીરીથી હવે એવા લોકોમાં ભય ફેલાશે જેઓ નિયમનો ભંગ કરી રહ્યા છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે .

ABOUT THE AUTHOR

...view details