- કચ્છના દરિયા પાસે પાકિસ્તાની મરીન દ્વારા 35 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું
- આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાં ઉપરા-ઉપરી નાપાક હરકત
- અઠવાડિયાની અંદર પાકિસ્તાને ગુજરાતના 66 માછીમારોને પકડ્યા હતા
- કચ્છનાં દરિયા પાસેથી કુલ 12 બોટનું અપહરણ કરવામાં આવ્યું
કચ્છઃ તાજેતરમાં પાકિસ્તાની મરીન દ્વારા દરિયાઇ સીમા પાસેથી ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આ ઘટના વારંવાર થતી જોવા મળી રહી છે. ત્યારે ગુરુવારે સવારે 6 પોરબંદરની બોટને પાકિસ્તાની મરીને પકડી પાડી હતી. પાકિસ્તાની એજન્સી દ્વારા અત્યારસુધી આવા કેટલાય માછીમારોનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચોઃદમણના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવતા કોસ્ટગાર્ડે તપાસ હાથ ધરી
6 ભારતીય બોટ સહિત કુલ 35 ભારતીય માછીમારોનું અપહરણ
કચ્છ પાસેના દરિયામાં ભારતીય ગુજરાતી માછીમારોનું અપહરણ પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુરૂવારે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા પાસેથી પાકિસ્તાની મરીને ફરી 6 ભારતીય બોટ સહિત કુલ 35 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાની મરીન દ્વારા કચ્છના દરિયા પાસેથી કુલ 12 બોટ અને અધધ 66 ભારતીય માછીમારોને ઉપાડી જવાયા છે.
આ પણ વાંચોઃકચ્છની દરિયાઈ સીમા પરથી બે બિનવારસી બોટ મળતાં તંત્ર દોડતું થયું
એક અઠવાડિયામાં 12 બોટ અને 66 માછીમારોનું અપહરણ
કચ્છના દરિયા પાસે આંતરરાષ્ટ્રીય સીમા પર અવાર-નવાર પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આ માછીમારો પર પાકિસ્તાનની સીમામાં ગેરકાયદેસર પ્રવેશવાના કેસો પણ કરાઇ રહ્યાં છે. ગુરૂવારે સવારે વધુ 6 પોરબંદરની બોટોને પાક મરીને પકડી પાડી હતી. જેમાં 35 માછીમારોને ઉપાડી જવાયા હતા. એક અઠવાડિયામાં 12 બોટ અને 66 માછીમારોનું અપહરણ કરાયું છે. તો આગામી સમયમાં પાકિસ્તાની એજન્સી સામે હવે ભારત દ્વારા કડક પગલા લેવામાં આવશે.