- કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ યોજનાના 180 અને મોટી સિંચાઇના યોજનાના 20 Dam
- હાલ 30 ટકા જેટલું પાણી ઉપલબ્ધ, 1 ગેટેડ જ્યારે 19 અનગેટેડ ડેમો
- 24 કલાક કાર્યરત રહે તેવું ફ્લડ સેલ (Flood Sell) શરૂ કરાયું
કચ્છઃ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ ( Tappar Dam) છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો (Dam) અનગેટેડ સ્કીમ છે.હાલ વરસાદ શરૂ થયાની પહેલાં ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના ડેમોમાં 30 ટકા જેટલું પાણી (Water) ઉપલબ્ધ છે.હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 958.62 મીટર છે
કચ્છના જુદાં જુદાં તાલુકામાં 20 મધ્યમ સિંચાઇના ડેમો
કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ (Dam) આવેલા છે.
આ પણ વાંચોઃ નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન