ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 2 BSF જવાન સહિત 3 નવા કોરોના કેસ નોંધાતા 132 સંક્રમિત - undefined

કચ્છમાં દિવસેને દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે શુક્રવારે કચ્છ જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં અબડાસાના  BSF કેમ્પસના બે જવાન અને પાનધ્રોના એક યુવાનનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને સારવાર માટે ખસેડાયા છે જ્યારે સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી આરોગ્ય વિભાગે શરૂ કરી છે.

કચ્છમાં 2 BSF જવાન અને એક યુવાન સાથે 3 નવા કોરોના કેસ નોંધાતા 132 સંક્રમિત
કચ્છમાં 2 BSF જવાન અને એક યુવાન સાથે 3 નવા કોરોના કેસ નોંધાતા 132 સંક્રમિત

By

Published : Jun 26, 2020, 9:27 PM IST

કચ્છ: સત્તાવાર વિગતો મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 103 શંકાસ્પદ કેસના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કચ્છમાં અત્યાર સુધી 132 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 29 એક્ટિવ છે.

કચ્છમાં 2 BSF જવાન અને એક યુવાન સાથે 3 નવા કોરોના કેસ નોંધાતા 132 સંક્રમિત

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાઇરસ અંગે કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ હાલમાં કુલ 9 કન્ટેન્મેન્ટ ઝોનમાં 670 લોકોનો સર્વે કરાયો હતો.

કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની વિગતોમાં હાલમાં 1327 જેટલા લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ છે. હાલમાં 10392 લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવેલ છે.

જયારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઈન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 482 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુધી 929 વ્યકિતઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ 35 દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details