નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર દુર્ઘટનામાં ઈસુઝુ કારમાં ઘડાણી ગામના સચિન જોશી અને અન્ય એક કર્મચારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે સલાયાની ખતુબાઈ આદમ તુર્ક નામની 70 વર્ષીય મહિલાનું નખત્રાણામાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. તેમજ અન્ય 12 લોકોને નાની-મોટી ઈજા સાથે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતા.
કચ્છ રવાપર પાસે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 10 ઘાયલ - કચ્છના નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયો એક ગમખ્વાર અકસ્માત
કચ્છ : નખત્રાણા તાલુકાના રવાપર અને માતાના મઢ વચ્ચે અકસ્માત થયો હતો. માંડવીના સલાયાની મહિલા-બાળ દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ અને ખાનગી કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જયારે 12થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમા 2 યુવકોના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જયારે 1 વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.
કચ્છ
માહિતી મુજબ ઈસુઝુ કારમાં સવાર 3 પૈકી 2 કર્મચારીના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જયારે જીપમાં સવાર મહિલા-બાળકોને હોસ્પિટલ ખસેડાયા હતાં. સલાયાના મહિલા-બાળકો દયાપર નજીક આવેલી કોરા શરીફની દરગાહે માથું ટેકવવા આવ્યા હતાં.
Last Updated : Dec 29, 2019, 9:57 PM IST