ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ પૂર્વના વિસ્તારમાં સવારે3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છ જિલ્લામાં આજે પ્રાતઃકાળના સમયગાળા દરમિયાન પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આજે વહેલી સવારે 4:22 વાગ્યાના અરસામાં 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ રાપરથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે.

કચ્છ પૂર્વના વિસ્તારમાં સવારે3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છ પૂર્વના વિસ્તારમાં સવારે3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

By

Published : Oct 12, 2021, 2:44 PM IST

  • કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • 4:22 વાગ્યે 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • રાપરથી 13 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ

કચ્છ : કચ્છમાં 2001ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફત શોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે વહાણુંના સમયે 4:22 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છની ધરા ખખડી હતી. કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 13કિમી દૂર સાઉથ વેસ્ટમાં નોંધાયું હતું.

કચ્છની અવનિ પર 3.7ની તીવ્રતાનો ધ્રાસકો
વહેલી સવારના 4:22 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી રાપરથી 13 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.7ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો તથા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ઉઠયા હતા.

ABOUT THE AUTHOR

...view details