ગુજરાત

gujarat

ETV Bharat / state

IAS Pradeep Sharma in land: કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની જમીન ફાળવણીમાં મામલે ધરપકડ, 7 દિવસના રીમાન્ડ

રાજકોટ અને કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની સી.આઈ. ડી.દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. પ્રદીપ શર્માની ધરપકડ મામલે ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જમીનના કેસમા CID ક્રાઈમે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામના ચુડવા ગામે ઓછી કિંમત આંકી અરજદારને જમીન પધરાવી દીધી હોવાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

3-day-remand-granted-to-former-kutch-collector-pradeep-sharma-in-land-allotment-case
3-day-remand-granted-to-former-kutch-collector-pradeep-sharma-in-land-allotment-case

By

Published : Mar 5, 2023, 6:36 PM IST

Updated : Mar 6, 2023, 11:43 AM IST

કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની જમીન ફાળવણીમાં ગેરરીતિ મામલે 3 દિવસના રિમાન્ડ મંજુર

કચ્છ: 2004-2005 ના જમીન કેસમાં આજે સાંજે પ્રદીપ શર્માને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગાંધીધામના મામલતદારએ ચુડવા ગામે ઓછી કિંમત આંકી અરજદારને જમીન પધરાવી દીધી હોવાનું જણાવીને ફરિયાદ નોંધાવી હતી. લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ પ્રદિપ શર્માને જમીન મળ્યા હતા. ફરી એકવાર જમીન ફાળવણીના કેસમા આર્થિક ગેરરીતી બદલ CID ક્રાઇમ એ તેમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છ કલેકટર હતા ત્યારે પણ જમીન ફાળવણી સહિતના કેસમા તેમની ધરપકડ થઇ ચુકી છે. સદર મામલે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જમીન ફાળવણીના કેસમા આર્થિક ગેરરીતી:વર્ષ 2001ના ગોઝારા ભૂંકપ બાદ તત્કાલીન કચ્છ કલેકટરની ફરજ દરમ્યાન સસ્પેન્ડેડ પૂર્વ IAS પ્રદીપ શર્માએ જમીનમાં ગેરરીતિ સબબ પ્રથમ ફોજદારી ફરિયાદ બાદ વર્ષ 2004માં વેલસ્પન ગ્રુપ ઓફ કંપનીને જમીન ફાળવણી મુદ્દે ગેરરીતિ આચરી પોતાની સત્તા બહાર જમીન ફાળવી સરકારની તિજોરીને રૂ.1.2 કરોડની ખોટ પહોંચાડી હતી. આ કામના કમિશન પેટે મળેલી રકમ પોતાની પત્નીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાની ફરિયાદ દાખલ થયા બાદ ACBના હાથે ધરપકડ કરી લેવામાં આવી હતી.

3 દિવસના રિમાન્ડ મંજુર:આ કેસની સુનાવણી દરમિયાન ભુજની પલારા જેલમાં બંધ પ્રદીપ શર્મા પાસેથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યાની પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. તે સમયે કચ્છ ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેમની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે હાલ જામીન પર મુક્ત રહેલા પ્રદીપ શર્માની ફરી એક વખત અમદાવાદ ખાતેથી CID એ ધરપકડ કરી લીધી છે.

નીચું ભાવ મૂલ્યાંકન:ભુજ CID ના Dysp વી.કે.નાઈએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પ્રદીપકુમાર શર્માએ સવાલવાળી જમીનના કસ્ટોડીયન હોઇ, આ કામે કીર્તીકુમાર ચંદુલાલ ઠકકરએ સર્વે નંબર 23/02ને લાગુ 1 એકર 28 ગુઠા દબાણવાળી જમીન નિયમિત કરવા માંગણી કરેલ અને સરકારના ઠરાવ ક્રમાંક દબણ-1062-28765 લ તારીખ 08/01/1980ની ખેતીની જમીન પરનું ટેકનીકલ દબાણની વ્યાખ્યામાં આવતી ન હોવા છતાં 1 એકર 28 ગુઠા દબાણવાળી જમીનને ટેકનીકલ દબાણ ગણી તત્કાલીન નિવાસી નાયબ કલેકટર, ભુજનાએ નગર નિયાજકમાં, ભુજ સમક્ષ ભાવ નકકી કરવા પ્રકરણ મોકલાવી, નગર નિયોજક ભુજના નગર આયોજન મુલ્યાંકન ખાતું ગુજરાત રાજયના પરીપત્ર નંબર મૂલ્યાંકન /પરિપત્ર/114 તારીખ 23/09/2002માં કરેલ જોગવાઇનું ઉલ્લઘન કરી આ કામની સવાલવાળી જમીનનો પ્રથમથી નીચું ભાવ મૂલ્યાંકન નકકી કર્યું હતું.

આ પણ વાંચોAhmedabad news: પોપ્યુલર બિલ્ડર ગૃપ સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ

જોગવાઇ ન હોવા છતા તેનું ઉલ્લંઘન:સવાલવાળી જમીનની કિંમત અંદાજવા નજીકના ત્રણ સર્વે નંબરની કિંમત ધ્યાને લેવી એવી કોઇ જોગવાઇ ન હોવા છતા તેનું ઉલ્લંઘન કરી સવાલવાળી જમીનનો પ્રવેશ રસ્તો નેશનલ હાઇવે ઉપરથી હોવા છતાં તેને ભાવ મૂલ્યાંકન કરતા સમયે ધ્યાને નહી લઇ સરકારના દબણ-1091-399-9 તારીખ 28/08/1998 ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ કલેકટરને મળેલ સતાઓનો ગુનાહિત ઉપયોગ કરવા હેતુ સવાલવાળી જમીનનો નીચા ભાવ અદાજેલ અને જણાવેલ ભાવ મુજબ રૂ. 19/- પ્રમાણે 1 એકર 28 ગુંઠા વાળી ટેકનીકલ દબાણવાળી જમીનની કિંમત રૂ. 1,30,720/-ના અઢી ગણા શિક્ષાત્મક કિંમત રૂ. 3,26,800/- અરજદાર પાસેથી ભરાવી પોતાની સહીથી હુકમ કરેલ હતો.

આ પણ વાંચોSurat Crime: ગ્રામ્ય પોલીસે ઓલપાડ તાલુકામાં દેશીદારૂનો નાશ કર્યો, 70 આરોપીઓની અટકાયત

3 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયો ગુનો:જમીન ફાળવણી કરવામાં તત્કાલીન નિવાસી નાયબ કલેકટર, ભુજ તથા તત્કાલીન નગર નિયોજક, ભુજના સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી સરકાર સાથે તમામે ગુનાહિત વિશ્વાસધાત કરી સવાલવાળી જમીનમાં સરકારશને આર્થિક નુકશાન પહોંચાડી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરવા બાબત કુલ 3 વ્યક્તિ પ્રદિપ શર્મા તત્કાલીન કલેકટર, કચ્છ ફ્રાન્સેસ સુવેરા RDC ભુજ તથા નટુભાઈ દેસાઇ નગર નિયોજક સામે ફરિયાદ નોધાઇ છે. ત્યારે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રીમાન્ડની માંગણી કરી સત્તાનો દુરુપયોગ કરી કેટલો આર્થીક ફાયદો મેળવાયો તે CID તપાસ કરશે.

Last Updated : Mar 6, 2023, 11:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details