ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 3 કોરોના દર્દીના મોત, જિલ્લામાં કુલ 633 પોઝિટિવ કેસ

કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીના મોત થયા છે. બે લોકોના ભૂજ ખાતે જ્યારે એક દર્દીનું અમદાવાદ ખાતે મોત નિપજ્યુ છે. કચ્છમાં ગત જુલાઇમાં 366 કેસ નોંધાયા બાદ ઓગસ્ટ માસની શરૂઆત સાથે જ કોરોના પોઝિટિવ કેસનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જ્યારે 27 કેસ સાથે કચ્છમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો હવે 633 થયો છે. જેમાં એક્ટિવ કેસ 184 છે અને મોતનો આંકડો 28 પર પહોંચ્યો છે.

કચ્છ
કચ્છ

By

Published : Aug 6, 2020, 1:21 PM IST

કચ્છઃ કોરોનાનો કહેર ચારેબાજુ ફેલાયો છે, ત્યારે ભૂજ તાલુકાના સુખપરના રહેવાસી 73 વર્ષીય વિશ્રામભાઇ રાબડિયાનું મોત નીપજ્યું છે. ત્રીજી તારીખે દાખલ થયેલા આ દર્દીને વેન્ટિલેટર બાયપેપ સપોર્ટથી સારવાર આપવામાં આવી હતી. ડાયાબિટીસ, હાઇપર ટેન્શન તેમજ હૃદયરોગ સંબંધી બીમારીથી પીડાતા વિશ્રામભાઇનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યાનું જણાવાયું હતું.

લખપત તાલુકાના ઘડુલીમાં રહેતા સામજીભાઇ નારણ પટેલનું પણ મોત નીપજ્યું હતું. 23 જુલાઇના મુંદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા સામજીભાઇ વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતા. તેઓ ડાયાબિટીસ ઉપરાંત મોરબીડ ઓબેસીટી જેવી અન્ય બીમારીથી પણ પીડાતા હતા.

રાપરના કીર્તિભાઈ કાંતિલાલા રામાણી નામના દર્દીનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. આ જ પરીવારના યુવાન પુત્રને કોરોના થયાં બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવાનના સંક્રમણથી તેના પિતા અને કાકાને ચેપ લાગ્યો હતો. બન્ને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જયાં કીર્તિભાઈનું દસ દિવસની સારવાર બાદ મોત થયુ છે. હાલ તેમના ભાઈ રમેશભાઈ રામાણી સારવાર હેઠળ છે.

છેલ્લાં 24 કલાકમાં વધુ 27 કેસ સાથે અંજાર શહેર-તાલુકામાં તો કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હોય તેમ આજે એક જ દિવસમાં શહેરમાં 13 અને તાલુકામાં 2 મળી 15 પોઝિટિવ કેસ નોંધાતાં અંજાર વિસ્તાર કચ્છનો કોરોના હોટસ્પોટ બનતાં ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી છે.

ગાંધીધામમાં ડીપીટીના બે કર્મચારી સાથે 9 કેસ, રાપરમાં બે કેસ, માંડવીમાં એક અને ભૂજ તાલુકાના એક કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 23 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને આજે રજા આપવામાં આવી હતી. જિલ્લાના કુલ 633 કૈસ પૈકી 418 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે. હાલ 184 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details