ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના જખૌ પાસેથી ચરસના વધુ 28 પેકેટ મળ્યા, 2 માસમાં કરોડોની કિંમતના 1300 પેકેટ મળી આવ્યાં - ભારતીય તટરક્ષકદળ

કચ્છના દરીયાઇ કાંઠેથી ચરસના બિનવારસુ પેકેટ મળવાનો સીલસીલો હજુ ચાલુ છે. કચ્છના જખૌ કોસ્ટગાર્ડ દરિયાઈ વિસ્તારમાંથી માદક પ્રદાર્થ ચરસના 28 પેકેટ કબ્જે લીધા છે.

etv bharat
etv bharat

By

Published : Jul 21, 2020, 1:08 PM IST

કચ્છ: કચ્છના દરિયાઈ વિસ્તાર અને ક્રિકમાંથી છેલ્લા બે મહિના જેટલા લાંબા સમયગાળાથી કચ્છમાં કરોડો રૂપિયાની કિંમતનું ચરસ પકડાવાનો સિલસિલા યથાવત છે. જખૌ કોસ્ટગાર્ડની એક ટીમે ચરસનો વધુ એક જંગી જથ્થો જખૌ કાંઠા નજીકની ઝડપી પાડયો છે. કોસ્ટગાર્ડે હાલ ચરસના જથ્થો મળી આવ્યાનું જણાવી વધુ તપાસ શરુ કરી છે.

ભારતીય તટરક્ષકદળ (કોસ્ટ ગાર્ડ)ની લેન્ડિંગ પાર્ટીએ ચરસના 28 પેકેટ જપ્ત કર્યાં હતાં. જેની કિંમત 42 લાખ રૂપિયા જેટલી ગણાવાઈ રહી છે. કોસ્ટ ગાર્ડના જવાનોએ જખૌ નજીક આવેલા કડિયાળી ટાપુ પરથી પેટ્રોલિંગ દરમ્યાન આ કેફી દ્રવ્યનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

  • કચ્છમાં કરોડોની કિંમતનું ચરસ પકડાવાનો સિલસિલા યથાવત
  • જખૌ પાસેથી ચરસના 28 પેકેટ મળ્યા
  • કેફી દ્રવ્યનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી
  • છેલ્લા બે માસથી પોલીસ વિભાગ તપાલ ચલાવી રહ્યું
    કચ્છના જખૌ પાસેથી ચરસના વધુ 28 પેકેટ મળ્યા

તટરક્ષક દળે 19મી મેથી અભિયાન છેડતાં અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધીને, કોટેશ્વરથી માંડવી સુધીના કાંઠાળ ક્ષેત્રમાંથી ચરસના 1300થી વધુ પેકેટ પકડી પાડ્યાં છે. જેની કિંમત કરોડોમાં થાય છે. આ પેકેટમાં પાકિસ્તાન કનેક્શન ખુલવા સિવાય અન્ય કોઈ માહિતી બહાર આવી નથી. છેલ્લા બે માસથી પોલીસ વિભાગ તપાલ ચલાવી રહ્યું છે. પેકેટ કઈ રીતે કચ્છના કાંઠે આવી રહ્યા છે. તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ABOUT THE AUTHOR

...view details