કચ્છ: મુન્દ્રા પોર્ટ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પાસેથી મળેલા ઇનપુટના આધારે કસ્ટમ દ્વારા મુન્દ્રા પોર્ટના seabird CFSમાં કન્ટેનરને રોકવામાં આવ્યા હતા. આ કન્ટેનરમાં એમોનિયમ સલ્ફેટના જથ્થાની પાછળના ભાગમાં ખસખસ (Khus Khus mundra port) છૂપાવવામાં આવ્યું હતું. કુલ 25 કિલોની 1000 બેગ મળી (25000 kg poppy) આવી હતી, જેની કિંમત 3.5 કરોડ આંકવામાં આવી રહી છે.
દુનિયાના અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત છે ખસખસ
ખસખસનું (3.5 crore Khus Khus) વૈજ્ઞાનિક નામ પેપેવર સોમ્નીફેરમ છે અને દુનિયાના અનેક વિસ્તારોમાં કેફી દ્રવ્ય ગણીને તેના પર પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચીન, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાંથી ખસખસની આયાત કરવામાં આવે છે. ભારતમાં પણ ખસખસને આડકતરી રીતે કેફી દ્રવ્યોની ગણતરીમાં લેવાય છે. એટલા માટે તેની આયાત કરવા માટે ગ્વાલિયર સ્થિત નાર્કોટિક્સ કમિશનરની આગોતરી મંજુરી લેવામાં આવતી હોય છે અને આયાતકાર દ્વારા પણ નાર્કોટિક્સ વિભાગમાં નોંધણી કરીને પરવાનગી મેળવવાની રહેતી હોય છે.
દાણચોરીના ઇરાદે આયાત કરવામાં આવી હતી ખસખસ
સૂત્રોના જણાવ્યા, મુજબ પોર્ટ (Poppy Seized In mundra port) પર ઝડપાયેલા ખસખસના જથ્થા માટે આયતકાર કંપનીએ આયાત માટે કોઈ મંજૂરી મેળવી ન હતી અને જે રીતે આ ખસખસનો જથ્થો કન્ટેનરમાં છુપાવવામાં આવ્યો હતો તેના પરથી કહી જ શકાય કે દાણચોરીના ઇરાદે આયાત કરવામાં આવી હતી. તો અઠવાડિયાની અંદર બીજી વખત NCBના ઇનપુટના આધારે કેફી દ્રવ્યોની થતી હેરાફેરી ઝડપવામાં આવી છે. આ કેસમાં વધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં વધારે ખુલાસા થવાની સંભાવનાઓ રહેલી છે.
ગેરકાયદેસર વસ્તુઓને આવતી અટકાવવા માટે આ નોંધણી ફરજિયાત
ઉલ્લેખનીય છે કે, કોઈ કંપની વિદેશથી દરિયાઈ માર્ગે ચીજવસ્તુઓ આયાત કરતી હોય તેવા કિસ્સામાં કંપનીએ દિલ્હી ખાતે આવેલા કન્ટેનર ડેપોમાં રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. આ સાથે જ બહારથી આયાત કરવામાં આવતી જે તે ચીજવસ્તુઓની પણ નોંધણી કરાવવી ફરજિયાત હોય છે. આમ, પોર્ટ પર ગેરકાયદેસર વસ્તુઓને આવતી અટકાવી શકાય છે.
આ પણ વાંચો: sandalwood seized: ડ્રગ્સ બાદ હવે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 4 કરોડનું રક્ત ચંદન ઝડપી પાડ્યું
આ પણ વાંચો:મુન્દ્રાના અદાણી પોર્ટ પર 15 નવેમ્બરથી આ 3 દેશોથી આવનારા કાર્ગોનું નહીં થાય સંચાલન, જાણો ક્યાં છે આ 3 દેશો