કચ્છ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરતાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના 44 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે. જેમાં કચ્છના 4 શિક્ષકોની પસંદગી થઈ છે. સતત ત્રીજા વર્ષે કચ્છમાંથી ચાર શિક્ષકોની પસંદગી થતા કચ્છનું( Best Teacher Award in Gujarat) ગૌરવ વધ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી વિવિધ પાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ઉત્તર ઝોન અંતર્ગત કચ્છના 4 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચોછોકરાએ પત્રકાર બનીને પોતાની સ્કૂલનું રીપોર્ટિંગ કર્યું, વીડિયો વાયરલ થતા શિક્ષક ઘરભેગા
કચ્છના શિક્ષકોની પસંદગી થઈકચ્છના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદ થયેલાં લોકો પૈકી પ્રાથમિક શિક્ષણ કેટેગરીમાં નખત્રાણાની નેત્રા પ્રાથમિક ગ્રુપ શાળાના મદદનીશ શિક્ષક લહેરીકાન્ત શિવજી ગરવા અને માંડવીના બાગ ગામના વાડી વિસ્તારમાં આવેલી હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દિપક જેઠાલાલ મોતા, આચાર્યની શ્રેણીમાં ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામના સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય વર્ષા વસંતલાલ જોષી અને વિશિષ્ટ શિક્ષકની કેટેગરીમાં (Award to teachers of Kutch) માધાપરના નવચેતન અંધજન મંડળ સંચાલિત શાળાના શિક્ષક કિરતસિંહ વાઘુભા ઝાલાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોમાનસિક અસ્થિર બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકે ખુદ સાથે કર્યું કંઇક આવું..
કચ્છનું ગૌરવ વધ્યુંસતત ત્રીજા વર્ષે કચ્છમાંથી 4 શિક્ષકોની પારિતોષિક માટે (Best Teacher Award) પસંદગી કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. તો સાથે સાથે કચ્છનું ગૌરવ વધારવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પસંદગી પામેલા 4 શિક્ષકો અને (best teacher in 2022) આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા.