જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નિયમાનુસાર તાલુકા કક્ષાએ ત્રણ વખત અને જિલ્લાકક્ષાએ આખરી નોટિસ આપ્યા છતાં પણ ગેરહાજર રહેતા 14 જેટલા વિદ્યાસહાયકોને નોટિસ બાદ અખબારોમાં જાહેરાત આપ્યા બાદ પણ હાજર ન રહેતાં 6 જેટલા રેગ્યુલર પ્રાથમિક શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.
કચ્છમાં 20 ગુટલીબાજ શિક્ષકોને ફરજમાંથી કરાયાં બરતરફ - પ્રાથમિક શિક્ષકો
કચ્છઃ જિલ્લાની પ્રાથમિક શાળાઓ શિક્ષકોના હાજરીના મુદ્દે અત્યંત ગંભીર છે. ત્યારે, હવે લાંબા સમયથી' `ઘેર' હાજર રહેતા 20 જેટલા શિક્ષકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી બરતરફ કરી દીધા છે. આ કડક કાર્યવાહીને પગલે ગેરહાજર રહેતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
ktc
આ બરતરફ કરાયેલા શિક્ષકો પૈકી રાપર તાલુકામાં-2, ભુજ તાલુકામાં-6, લખપત-3, ભચાઉ-2, અંજાર-1, નખત્રાણા-3, ગાંધીધામ-1, મુંદરા-1 અને અબડાસા તાલુકામાં-1 શિક્ષકને' અગાઉના સત્ર અને હાલના સત્રમાં છૂટા કરવામાં આવ્યા છે. આ બરતરફીનાં પગલાં બાદ લાંબા સમયથી ગેરહાજર અને બે શિક્ષકે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. શિક્ષણતંત્ર દ્વારા એકી સાથે 20 જેટલા શિક્ષકને બરતરફ કરવાના પગલાંથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અવાર-નવાર ગુટલી મારતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે