ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજની જનરલ હોસ્પિટલમાં 20 કિલોલિટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું

કચ્છ જિલ્લાના ભૂજમાં અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં 20 કિલોલિટરની ક્ષમતા ધરાવતા લિક્વિડ ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરવામાં આવી રહ્યું છે, જે 1,500થી 1,700 જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવતું હોવાથી હોસ્પિટલની હાલની જરૂરિયાત સંતોષી શકાશે.

By

Published : May 11, 2021, 3:18 PM IST

ભૂજની જનરલ હોસ્પિટલમાં 20 કિલોલિટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું
ભૂજની જનરલ હોસ્પિટલમાં 20 કિલોલિટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું

  • 20,000 કિલોલિટરની ક્ષમતા ધરાવતા લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું
  • આ ટેન્કમાં 1,500થી 1,700 જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય
  • કચ્છ જિલ્લામાં આ પ્રકારનું રિફિલ સ્ટોરેજ ટેન્કનું સૌ પ્રથમવાર નિર્માણ થઈ રહ્યું છે

કચ્છઃ ભૂજમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી જી. કે. જનરલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ સ્ટોરેજ ટેન્ક ઉભું કરવામાં આવશે. હાલમાં આ હોસ્પિટલની રોજ 600થી 700 જેટલા જમ્બો સિલિન્ડરની જરૂરિયાત છે, જે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળશે. એટલું જ નહીં ઓક્સિજન બેન્ક તથા છૂટક ઓક્સિજન બોટલના વપરાશમાંથી છૂટકારો મળશે. કચ્છ જિલ્લામાં આ પ્રકારનું રિફિલ સ્ટોરેજ ટેન્ક સૌપ્રથમ વાર નિર્માણ પામી રહ્યું છે.

20,000 કિલોલિટરની ક્ષમતા ધરાવતા લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું

આ પણ વાંચોઃમોઢવાડા ગામમાં કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ

વેપોરાઈડ યુનિટ પ્રવાહી ઓક્સિજનને ગેસ વાયુના સ્વરૂપમાં પરિવર્તિત કરશે

ટેન્કમાં ભરવામાં આવતો ઓક્સિજન લિક્વિડ (પ્રવાહી) ફોર્મમાં હશે, જે પ્લાન્ટના મહત્વના ગણાતા ઉપકરણ એવા વેપોરાઈડ યુનિટ પ્રવાહી ઓક્સિજનને ગેસ વાયુના સ્વરૂપમાં પરિવર્તિત કરશે અને આ પરિવર્તિત થયેલો ગેસ અર્થાત્ ઓક્સિજન પ્લાન્ટ સાથે જ જોડીને બનાવવામાં આવી રહેલા 1,500 મીટરની પાઈપલાઈન મારફતે 10,000 લિટર પર મિનિટે (LPM) ઑક્સિજન હોસ્પિટલના બેડ સુધી પહોંચશે.

કચ્છ જિલ્લામાં આ પ્રકારનું રિફિલ સ્ટોરેજ ટેન્કનું સૌ પ્રથમવાર નિર્માણ થઈ રહ્યું છે
આ પણ વાંચોઃઅમૂલ ડેરીએ 7 દિવસમાં બેલ્જીયમ અને ફ્રાંસથી આયાતી ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

અઠવાડિયાના સમયગાળામાં મોટા ભાગનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું

સ્ટોરેજ ટેન્કની ટેક્નિકલ સેફ્ટી (સલામતી) અંગે ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ એક્સ્પ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO)ના માર્ગદર્શન અને રૂપરેખા મુજબ જ કામ થઈ રહ્યું છે. એ સંસ્થા મંજૂરીની મહોર મારે પછી જ લિક્વિડ સ્ટોરેજ ટેન્ક કાર્યાન્વિત થશે. આ સ્ટોરેજ ટેન્કનું કામ નિર્ધારિત સમય કરતાં ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે અને એક જ અઠવાડિયાના સમયગાળામાં મોટા ભાગનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલના બાયોમેડિકલ એંજિનિયરે જણાવ્યું હતું કે, દર બે દિવસે પ્લાન્ટ રિફિલ કરાવી શકાશે અને કુલ 1,500થી 1,700જેટલા જમ્બો સિલિન્ડર જેટલો ગેસનો સંગ્રહ કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details