ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘપર ગામની સીમમાં તોડફોડ કરીને છરીની અણીએ લૂંટ ચલાવનારા આરોપીઓ ઝડપાયા

અંજાર ગળપાદર માર્ગ ઉપર મેઘપર બોરીચીની સીમમાં આવેલી કંપની નજીક એક દુકાન પાસે 5 લોકોને માર મારીને છરીની અણીએ રૂપિયા 15000ની મતાની લૂંટ કરીને બે શખ્સો નાસી ગયા હતા. લૂંટેલા મોબાઇલ ફોન વેચવા જતા બન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

મેઘપર ગામની સીમમાં તોડફોડ કરીને છરીની અણીએ લૂંટ ચલાવનારા આરોપીઓ ઝડપાયા
મેઘપર ગામની સીમમાં તોડફોડ કરીને છરીની અણીએ લૂંટ ચલાવનારા આરોપીઓ ઝડપાયા

By

Published : May 25, 2021, 3:16 PM IST

  • માર મારીને છરીની અણીએ લૂંટ ચલાવી હતી
  • મોબાઇલ વેચવા જતાં પોલીસે ઝડપી લીધા
  • કુલ 75,840નો મુદ્દામાલ કબજે કરાયો



કચ્છ: મેઘપર બોરીચીની સીમમાં VVF કંપની નજીક દુકાનમાં કામ કરતા રોબી નરેન્દ્ર પાલ અને તેનો કૌટુંબિક ભાઇ દુલાલ દુકાનમાં હાજર હતા. ત્યારે ત્યાં ધીરેન પટેલ, દિલીપભાઇ અને મહાવીર બંસલ ચા પીવા માટે આવ્યા હતા. તેવામાં એક અજાણ્યો છોકરો ત્યાં આવી એક કાળા રંગની પલ્સ૨ પર સવાર બે શખ્સોએ માર મારીને મોબાઇલ પડાવી લીધો છે, તેવું જણાવતાં આ રોબી પાલ રોડ બાજુ જોવા ગયો હતો, તેવામાં કાળા રંગની પલ્સર બાઇક પર સવાર બે શખ્સ ત્યાં આવ્યા હતા. 20થી 25 વર્ષની ઉંમરના શખ્સોએ ફરિયાદીને માર માર્યો હતો અને દુકાનમાં લાગેલું 10000 રૂપિયાનું ટીવી તોડી નાખ્યું હતું.

અન્ય શખ્સોને પણ માર મારીને મોબાઇલ લૂંટ્યો

આ સમગ્ર ઘટના સમયે અન્ય શખ્સો વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો અને દુકાનના ગલ્લમાંથી 5000 રોકડા તેમજ ફરિયાદીના મોબાઇલ તેમજ અન્ય એક શખ્સનો મોબાઇલ લઈને નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસને ખાનગી બાતમીના આધારે મોબાઈલ વેચવા નીકળેલા બન્ને શખ્સો ઇબ્રાહિમ કક્લ તથા આમદ બાફનને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી પલ્સર બાઈક, 6 મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા 4840 મળીને કુલ 75,840નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details