- કચ્છના ગાંધીધામમાં ઝડપાયા 2 બોગસ તબીબો
- બંન્ને તબીબો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યુ
- પોલીસે કાર્યવાહી કરી તબીબોની કરી ધરપકડ
કચ્છઃજિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલા લક્ષ્મણ ટીમ્બર્સ નામના બેન્સાની દીવાલ પાસે આવેલી એક દુકાનમાં એક શખ્સ ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.
ગાંધીધામમાંથી ઝડપાયા 2 બોગસ તબીબો, આ પણ વાંચોઃનવસારીના અલીફ નગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
ધોરણ 12 પાસ પ્રેકટીસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
નામ વગરની શટર વાળી એક દુકાનમાં ડૉ.બીલ્ટુ ચિતરંજન સમાજપતિ પશ્ચિમ બંગાળનો કોઈ પણ જાતની ડીગ્રી કે અન્ય કોઈ આધાર પુરાવા વગર લોકોને દવા આપતા હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તે ધોરણ 12 પાસ હોવાનું તથા પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિશનરનો કોર્સ કર્યો હોવાનું બહાર આવ્યું હતું અને તેના આધારે છેલ્લાં 7-8 વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કુલ 31,156નો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે આદિપુર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. આદિલ કુરેશીને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. પોલીસે કાર્યવાહી કરી બોગસ ડોકટરની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે દુકાનમાંથી જુદા જુદા દર્દો દૂર કરવાનીની ગોળીઓ, ઇન્જેક્શન, થર્મોમીટર, ગ્લુકોઝના બાટલા, સ્ટેથોસ્કોપ, શિરપ, રોકડ વગેરે મળીને કુલ 31 હજાર 156નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચોઃડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા, પોલીસે બન્ને બોગસ ડોકટર વિરુદ્ધ કાયદેસરની કરી કાર્યવાહી
અન્ય એક પશ્ચિમ બંગાળનો જ બોગસ તબીબ ઝડપાયો
બીજી બાજુ ગાંધીધામના પીએસએલ વિસ્તારમાં શેરી નં 3માં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસર મિતેશ દેવરિયાને સાથે રાખી રેડ મારતાં ડીગ્રી વિનાના બોગસ ડોકટર ઇસ્લામ મનીકુલ હુશેનઅલી ઝડપાયો હતો. મૂળ પશ્ચિમ બંગાળના બીજા તબીબ પાસેથી પણ સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન, નેબ્યુલાઇજર મશીન, આઇ.વી.ફલુઇડ બોટલ, ઇન્જેકશન સીરીન, મલ્ટીવિટામીન ઇન્જેકશન મળીને કુલ 2 હજાર 990નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.