- કચ્છ જિલ્લાના અબડાસામાંથી 36 બોટલ દારૂ ઝડપાયો
- પોલીસે 26,600 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી
- પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન 1 આરોપી ભાગી ગયો
કચ્છઃ અબડાસા તાલુકાના વાડા પદ્ધર અને ભાનાડાના રસ્તે આવેલી વાડીમાંથી પોલીસે 12,600 રૂપિયાની કિંમતની દારૂની 36 બોટલ ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે 2 આરોપીની પણ ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી ભાગવામાં સફળ થયો હતો. પોલીસને બાતમી મળતા પોલીસે વાડા પદ્ધર અને ભાનાડાના રસ્તે આવેલી એક વાડીમાં દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચોઃપાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ
પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા
જખૌ પોલીસે ખાનગી બાતમીના આધારે વાડાપધ્ધર ખાતે આરોપી કુલદીપસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડયો હતો અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની 36 બોટલો 12,600 રૂપિયાની કિંમત સાથે આરોપી કુલદીપસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાને ઝડપી લીધો હતો.