ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ઓઇલ ચોરીનો કિસ્સો આવ્યો સામે, 2 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો - Oil Chori

કચ્છ જિલ્લામાં ઓઇલ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ગોકુળ કંપનીની ઓઇલની પાઇપલાઇનમાંથી વાલ્વ મારફતે ઓઇલની ચોરી કરતા હોવાની બાતમીના આધારે પોલીસે આ વાલ્વ ઝડપી પાડયો હતો અને બે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કચ્છમાં ઓઇલ ચોરીનો કિસ્સો આવ્યો સામે, 2 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો
કચ્છમાં ઓઇલ ચોરીનો કિસ્સો આવ્યો સામે, 2 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો

By

Published : May 26, 2021, 1:12 PM IST

  • પોલીસે ઓઇલ ચોરી અર્થે લગાવેલા વાલ્વ ઝડપી પાડયો
  • ચોરને પકડવા પોલીસે વોચ ગોઠવી પરંતુ ચોરોને જાણ થતાં નાસી છુટ્યા
  • કંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી

કચ્છઃ જિલ્લાના કંડલા બંદર ખાતે અનેક ઓઇલની કંપનીઓ આવેલી છે, ત્યારે તસ્કરોએ ગોકુળ કંપનીની ઓઇલની પાઇપલાઇનમાંથી વાલ્વ મારફતે ઓઇલની ચોરી કરતા હોવાની બાતમીના આધારે પોલીસે આ વાલ્વ ઝડપી પાડયો હતો અને બે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કંડલા પોલીસને ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં વાલ્વ નાખી ઓઇલ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને તે દરમિયાન બાતમી અનુસાર ઓઇલ ચોરી કરવા માટે ટેન્કર આવ્યું હતું પરંતુ પોલીસ ત્યાં હાજર છે તેનો ખ્યાલ આવી જતા આરોપીઓ ટેન્કર લઈ નાસી છુટ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને ચોરી કરી આરોપી ફરાર, ઘટના CCTVમાં કેદ

ચોરી અર્થે લગાવેલ વાલ્વ પોલીસે ઝડપી પાડ્યો

પોલીસે વધુ તપાસ કરતા ચોરી કરવા આવેલા આરોપીઓ જે સ્થળે ટેન્કર ઉભુ રાખ્યું હતું, ત્યાં તપાસ કરતા પાઇપલાઇનમાં જે જગ્યાએ વાલ્વ લગાડ્યું હતું કે, જેથી કાયમી ધોરણે ઓઇલની ચોરી કરી શકાય તે વાલ્વ પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 5 વર્ષથી કરિયાણાની ચોરી કરતો આરોપી પકડાયો

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ સમગ્ર ઓઇલ ચોરીની બાબતે કંડલા પોલીસે અનવર કોરેજા અને હુસેન કુંભાર સામે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details