ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન: કચ્છમાં 24 કલાકમાં 185 ગુના, 350 વાહનો ડિટેઈન

કચ્છભરમાં પોલીસ દ્વારા લોકડાઉનના કડક અમલીકરણ માટે એક જ દિવસમાં 184 ગુના દાખલ કરીને 350થી વધુ વાહનો ડિટેઈન કર્યા હતાં. એક જ દિવસમાં પશ્ચિમ કચ્છમાં 129 અને પૂર્વ કચ્છમાં 55 ગુના જાહેરનામાં ભંગ બદલ દાખલ કરાયા હતાં. આ ઉપરાંત નાના-મોટા 357 વાહન પણ આ બન્ને પોલીસ જિલ્લામાં ડિટેઇન કરાયાં હતાં.

185 crime, 350 vehicles seized in 24 hours in Kutch
લોકડાઉન ડિટેઈન: કચ્છમાં 24 કલાકમાં 185 ગુના, 350 વાહનો જપ્ત

By

Published : Apr 8, 2020, 4:10 PM IST

ભુજઃ કચ્છભરમાં પોલીસ દ્વારા લોકડાઉનના કડક અમલીકરણ માટે એક જ દિવસમાં 184 ગુના દાખલ કરીને 350થી વધુ વાહનો ડિટેઈન કર્યા હતાં. એક જ દિવસમાં પશ્ચિમ કચ્છમાં 129 અને પૂર્વ કચ્છમાં 55 ગુના જાહેરનામાં ભંગ બદલ દાખલ કરાયા હતાં. આ ઉપરાંત નાના-મોટા 357 વાહન પણ આ બન્ને પોલીસ જિલ્લામાં ડિટેઇન કરાયાં હતાં. આ કામગીરી વચ્ચે ડિટેઈન કરેલા વાહનો હવે પોલીસ માટે અગવડ બની રહ્યાં છે. જો કે, પોલીસે હવે પોલીસ મથકો સિવાય અન્ય વ્યવસ્થા ઉભી કરી રહી છે.

લોકડાઉન ડિટેઈન: કચ્છમાં 24 કલાકમાં 185 ગુના, 350 વાહનો જપ્ત
પશ્ચિમ કચ્છ પોલીસે જુદા-જુદા 129 જાહેરનામાનો ભંગના ગુના નોંધ્યા હતા. ડ્રોનની મદદથી પણ નિયમનો ભંગ કરનારને પકડી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી. જાહેરમાં કારણ વગર ફરનારા કે ટોળે વળીને ટોળટપ્પા મારનારાને આ કાર્યવાહી તળે કાયદાની ઝપટે લેવાયા હતા. જયારે નાના-મોટા 90 વાહન પણ ડિટેઇન કરાયા હતાં, જ્યારે પૂર્વ કચ્છ પોલીસે જિલ્લા કલેક્ટર દ્વારા બપોરે 12 વાગ્યા પછી વાહનો ઉપર પ્રતિબંધ જાહેર કર્યા બાદ પોલીસે કારણ વિના ફરતા લોકો સામે વધુ સખતાઈ દાખવી હતી. વિવિધ પોલીસ મથકોમાં 55 જેટલા ગુના દાખલ કરી 166 આરોપીઓને પાંજરે પૂર્યા હતા અને ડ્રોન કેમેરા મારફતે વોચ રાખી 6 ગુના નોંધવામાં આવ્યા હતા અને 21 શખ્સને પાંજરે પૂર્યા હતાં. કુલ મળીને 267 વાહનો ડિટેઈન કરી રૂ 70,500ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. બીજી તરફ ભુજમાં હવે ડિટેઈન કરેલા વાહનો પણ પોલીસ માટે અગવડ બની રહ્યાં છે. લોકડાઉનમાં એટલા વાહનો ડિટેઇન થઇ ચૂકયાં છે કે, A અને B બન્ને ડિવિઝન પોલીસ મથકમાં વાહનો રાખવાની જગ્યા ન રહેતાં હવે ડિટેઇન વાહનો ખારસરા મેદાન ખાતે જમા કરાવાઇ રહ્યાં છે. જો કે પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે, લોકડાઉનની અમલવારીમાં પોલીસ હજુ પણ કડકાઈ વધારશે. જેથી લોકોએ મુશ્કેલીમાં ન પડવું હોય તો ચોક્કસથી લોકડાઉનનો ચુસ્તતાથી અમલ કરે જે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details