કચ્છઃ જિલ્લાના અબડાસા તાલુકાના સિંધોડી ગામના દરિયાકિનારા વિસ્તારમાંથી આજે વહેલી સવારે ફરી એકવાર ચરસના બિનવારસુ પેકેટ મળ્યા હતા. આ વાતની જાણ થતાં જખૌ મરીન પોલીસે તપાસ હાથ ધરીને 183 જેટલા પેકેટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂજ SP સૌરભ તોલંબીયાએ ETV BHARATને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 12 વાગ્યની આસપાસ પોલીસને એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરતા 183 પેકેટ મળી આવ્યા હતાં. પોલીસે આ તમામ પેકેટ જપ્ત કરીને જખૌ પોલીસની ટીમ સમગ્ર વિસ્તારમાં તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, 183 પેકેટની કિંમત રૂપિયા 2.75 કરોડની આસપાસ છે. પોલીસના અનુમાન મુજબ ગઈકાલે દરિયામાં હાઈટાઈડ ભરતી હોવાના કારણે આ પેકેટ અહીં સુધી તણાઈ આવ્યા હતા.
નોંધનીય કે, એક મહિનાની અંદર આ રીતે 120થી વધુ બિનવારસુ ચરસના પેકેટ પકડાયા છે. શેખરાનપીન વિસ્તારમાંથી પોલીસે પ્રથમ 16 પેકેટ શોધ્યા બાદ કોસ્ટગાર્ડ BSF અને નેવીને પણ સર્ચ ઓપરેશન દરમિયાન આવા બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા.
કચ્છના દરિયામાંથી ચરસના વધુ 183 પેકેટ મળ્યા, સર્ચ ઓપરેશ ચાલું... - કચ્છ પોલીસ ન્યૂઝ
કચ્છ અબડાસા તાલુકાના સિંધોડી ગામના દરિયાકિનારા વિસ્તારમાથી આજે વહેલી સવારે ફરી એકવાર ચરસના બિનવારસુ પેકેટ મળ્યા હતા. જખૌ મરીન પોલીસને આ વાતની જાણ થતાં તેમણે 183 જેટલા પેકેટ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
કચ્છ
આજના 183 પેકેટ સહિત અત્યારસુધીમાં કુલ 275થી વધુ પેકેટ મળી આવ્યા છે. જેથી દેશમાં દરિયાઈ માર્ગે માદક પદાર્થોની સ્મગલિંગ થતી હોવાની ચર્ચાને પગલે સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ખાસ માહિતી મળી નથી.