- બાડા દરિયા કિનારે ચરસના 18 પેકેટ મળ્યા
- માંડવીમાં 3 દિવસમાં ચરસના 35 પેકેટ મળ્યા
- ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 52.50 લાખ
કચ્છઃજિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 5 દિવસમાં મોટા પ્રમાણમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. તો ગઈ કાલે બાડાના દરિયા કિનારે ફરી ચરસના 18 પેકેટ મળી આવ્યા હતા. બે દિવસ અગાઉ જ ધ્રબુડી દરિયાઇ વિસ્તારમાં ચરસના 13 અને ત્યાર બાદ 4 પેકેટ મળીને કુલ 17 પેકેટ મળ્યા બાદ બાડાના દરિયા કિનારેથી ચરસના 18 પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃશામળાજી પોલીસે ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 35.86 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો
બાડાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના વધુ 18 પેકેટ મળી આવ્યા
માંડવીના ધ્રબુડીના દરિયા કિનારે પોલીસના સાગર રક્ષક દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન દરિયાના પાણીમાં તણાઈને આવેલા બિનવારસી હાલતમાં ચરસના 13 પેકેટ મળી આવ્યા હતા અને બીજા દિવસે 4 પેકેટ મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને એસઆરડીના જવાનો દ્વારા તપાસ જારી રાખવામાં આવી હતી. જેમાં ગઈકાલે બાડાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના વધુ 18 પેકેટ મળી આવ્યા હતા.