- રોજગારીની આશા લઈને આવેલા યુવાનો ખાલીહાથે પરત ગયા
- સ્નાતક તેમજ ડિપ્લોમા અને ડિગ્રી કક્ષાના યુવાનોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા
- તાળા લટકતા જોઈને રોજગાર ઇચ્છુક યુવાનો થયા હતાશ
કચ્છ: રાજ્યમાં એક બાજુ યુવાનોને રોજગારી આપવાના ખોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કચ્છ જિલ્લામાં વિવિધ ખાનગી કંપનીઓ મોટા પાયે પગપેસારો કરી રહી છે. જેના સમર્થનમાં રાજ્ય સરકાર પણ બેરોજગારોને નોકરી આપવાના વચનો આપી રહી છે અને ખાનગી કંપનીઓને મંજૂરી આપી રહી છે.
ઇન્ટરવ્યૂ આપવા આવેલા યુવાનો ખાલી હાથે પરત ગયા
તાજેતરમાં ભુજમાં લાલન કૉલેજ ખાતે ભરતી મેળો યોજાયો હતો. જેમાં લિસ્ટેડ 36 માંથી 16 ખાનગી એકમો ભરતી મેળા વખતે હાજર જ નહોતી રહી હતી. જેથી ઇન્ટરવ્યૂ આપવા આવેલા યુવાનો ખાલી હાથે પરત ગયા હતા.
આ પણ વાંચો: છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો
મોટી સંખ્યામાં રોજગાર ઇચ્છુક યુવાનો ભરતી મેળામાં આવ્યા હતા