ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1895 બૂથ પર 15,14,712 મતદારો આપશે મત - પ્રિસાઇડિંગ ઓફિસર

કચ્છ જિલ્લામાં 28મી ફેબ્રુઆરીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આ ચૂંટણી માટે 10,500 કર્મચારીઓને તૈનાત કરાયા છે. કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની 440 બેઠકો માટે 28મી ફેબ્રુઆરીના 1895 મતદાન મથકો પર મતદાન થશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી

By

Published : Feb 20, 2021, 6:58 PM IST

  • 28મી ફેબ્રઆરીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે
  • ચૂંટણી માટે 10,500 કર્મચારીઓને તૈનાત કરાયા
  • 1895 મતદાન મથકો પર મતદાન થશે

કચ્છ : જિલ્લામાં 28મી ફેબ્રુઆરીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આ ચૂંટણી માટે 10,500 કર્મચારીઓને તૈનાત કરાયા છે. કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની 440 બેઠકો માટે 28મી ફેબ્રુઆરીના 1895 મતદાન મથકો પર મતદાન થશે.

10,500 કર્મચારી તૈનાત કરાયા

15,14,712 મતદારો પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવા જશે. પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના 10,500 કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટ તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કર દેવામાં આવ્યું છે.

394 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ મતદાન મથકો

કચ્છમાં 394 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. 10 તાલુકામાં 299 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ બૂથ છે. 5 નગરપાલિકામાં 95 સંવેદનશીલ મથકોનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details