ભૂજ: દેશમાં વધી રેહલા કોરોના વાઇરસના કેસ જોઇ તમામ રાજ્યની સરકાર મહત્વના પગલા લઇ રહી છે. ત્યારે ભૂજમાં કલેક્ટર દ્વારા કોરોના ફાઈટરો માટે 15000 હજાર માસ્ક અને 100 જેટલી પર્સનલ પ્રોટેકશન ઈકવેપમેન્ટ કીટ અર્પણ કરી હતી. કચ્છમાં એસ.પી. દ્વારા 100 કીટ અને 5000 માસ્ક પોલીસ કર્મીઓની સુરક્ષા માટે આપવામાં આવ્યા હતા.
કચ્છમાં કોરોના સામે લડવા આ સંસ્થાએ આપ્યા શસ્ત્રો, જાણો વિગતો... - કચ્છ કલેક્ટર દ્વારા 1500 માસ્ક અને પર્સનલ પ્રોટેકશન ઈકવેપમેન્ટ કીટ વિતરણ કરાઇ
કોરોના વાઇરસના સંક્રમણને હરાવવા વહીવટી તંત્રની સાથો સાથ લોકભાવના ઉજાગર થઇ રહી છે. કલેક્ટર કચેરી ભૂજ ખાતે ઓમ ઈમ્પેક્ષ ગાંધીધામ ગ્રુપ અને ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન અંતર્ગત કલેક્ટર પ્રવીણા ડી.કે.ને કોરોના ફાઈટરો માટે 15,000 હજાર માસ્ક અને 100 જેટલી પર્સનલ પ્રોટેક્શન ઈકવેપમેન્ટ કીટ અર્પણ કરી હતી.
![કચ્છમાં કોરોના સામે લડવા આ સંસ્થાએ આપ્યા શસ્ત્રો, જાણો વિગતો... પર્સનલ પ્રોટેકશન ઈકવેપમેન્ટ કીટ વિતરણ કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6727500-782-6727500-1586438213316.jpg)
પર્સનલ પ્રોટેકશન ઈકવેપમેન્ટ કીટ વિતરણ કરાઇ
કલેક્ટર સાથે ધારાસભ્ય ડો.નીમા આચાર્ય અને અધિક નિવાસી કલેક્ટર કુલદીપસિંહ ઝાલાને ઓમ ઈમ્પેક્ષ ગાંધીધામના હિતેશ ખંડોર, ચિરાત્રા ખંડોર, જય બાલાસરા, નિરવ પ્રજાપતિ અને વિનોદ બાલાસરાએ કીટ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગ્રુપે મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂપિયા 2 લાખની રકમ પણ આપવામાં આવી છે.
સંસ્થાના હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે, સંકટના આ સમયમાં એક બીજાની મદદ પ્રથમ ફરજ છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના કરૂણા અભિયાન સાથે ગૌ સેવા થઈ રહી છે. 51 જેટલા ગામમાં ગાય માટે ઘાસચારો મોકલાવામાં આવ્યો છે.
Last Updated : Apr 9, 2020, 8:11 PM IST