માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે પશુ મેળાનું કરાયું આયોજન કચ્છ:કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન (Bunny Animal Husbandry Association)દ્વારા 14માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં (14th Bunny Animal Fair was organized)આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ પ્રદર્શનમાં પશુ વેંચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું (14th Bunny Animal Fair was organized)હતું. જેમાં ભેંસ, પાડા, ગાય, આંખલા વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું (14th Bunny Animal Fair was organized)હતું. ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે દ્વિદિવસીય પશુમેળાનું ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું.કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો(બન્ની) ગામે(Bunny Animal Fair in Hodko village) યોજાતા પશુમેળાએ (14th Bunny Animal Fair was organized)સારો એવો આકર્ષણ જમાવ્યું છે.
આ પણ વાંચો225 કિમીની સાઈકલ યાત્રાથી તબીબો અને ઉદ્યોગપતિઓ કરશે જરૂરિયાતમંદોને મદદ
જુદાં જુદાં ગામના પશુઓ હરીફાઈમાં ભાગ લેવા આવ્યા:બન્ની ગ્રાસ લેન્ડના ઘાસિયા મેદાનોમાં વસેલા ગામ હોડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા (Bunny Animal Husbandry Association) દર વર્ષે પશુ પ્રદર્શન અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પશુ મેળામાં બન્ની વિસ્તારના ખાવડા, હોડકા, ધોરડો, ઢોરી, સુમરાસર, નાના દીનાળા, મોટા દીનાળા વગેરે ગામોમાંથી માલધારીઓ (Bunny Animal Husbandry Association) પોતપોતાના પશુઓ આ હરીફાઈમાં લઈને આવ્યા હતા.
પશુઓની લે-વેચની બજાર ઉભી કરાઈ:સ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશસ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચની બજાર ઉભી કરાઈ છે.
આ પણ વાંચોસરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા HC નારાજ, સરકારને લગાવી ફટકાર
જુદી જુદી હરીફાઈઓ યોજવામાં આવી:આજ રોજ આ મેળાના ઉદ્ઘાટન (14th Bunny Animal Fair was organized)બાદ સૌ પ્રથમ પશુ વેંચાણ કરવામાં આવ્યું હતું. હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધદોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તી,માણસ દોડ અને બખ્ખ મલાખડોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો આપવામાં આવશે.
સરકાર મૂંગા પશુઓની સેવા કરવા માટે તત્પર:પશુ મેળા(14th Bunny Animal Fair was organized) દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલએ જણાવ્યું હતું કે પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય તથા માલધારીઓને સરકારના લાભ મળે તેવા બધા વિષયો સાથે આ મંડળી ખૂબ સારું કાર્ય કરે છે.ગુજરાત સરકાર દ્વારા પણ આ પશુ મેળા યોજવા માટે પૂરતું સહકાર અને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સરકાર અતિ સંવેદનશીલ છે અને મૂંગા પશુઓની સેવા કરવા માટે તત્પર છે.
પશુપાલકોને ફાયદો:નાયબ પશુપાલન નિયામક ડૉ.હરેશ ઠકકર એ જણાવ્યું હતું કે આ પશુ મેળાના કારણે બન્ની નસ્લના પશુઓ અંગે લોકોમાં જાગૃતતા આવી છે.બન્નીના પશુઓના સારા(14th Bunny Animal Fair was organized) ભાવ મળતા થયા છે.જિલ્લાના તેમજ જિલ્લા બહારના અનેક લોકો અહીં આવે છે અને પશુઓની લે-વેંચ થાય છે અને પશુપાલનનો ધંધો સારી રીતે વિકસે છે.ઉપરાંત પશુપાલકોને પ્રેરણા પણ મળે છે.
માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે પશુ મેળાનું કરાયું આયોજન:બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ (Bunny Animal Husbandry Association)સાલેમામદ હાલેપોત્રાએ જણાવ્યું(salemamad holepotra president of maldhari) હતું કે માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે આવા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સારી નસલના પશુઓનું ઉછેર થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે અને 400થી 500 જેટલા પશુઓ માલધારીઓ લઈને આવ્યા છે અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.