ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં સખી મંડળની બહેનોએ બનાવ્યા 14.72 લાખ માસ્ક, રોજગારી સાથે માસ્કની જરૂરિયાત પણ પૂરી પાડી - કોરોના વાયરસ ગુજરાત

કોરોના મહામારી વચ્ચે માસ્કનો ઉપયોગ અને અનિવાર્યતા વધી છે, ત્યારે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત નોંધાયેલ સખી મંડળની બહેનો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 14.72 લાખ માસ્ક બનાવવાનો ઓર્ડર ગ્રામ પંચાયત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કંપની દ્વારા આપવામાં આવ્યો છે.

Sakhi Mandal in Kutch
કચ્છમાં સખી મંડળની બહેનોએ બનાવ્યા 14.72 લાખ માસ્ક

By

Published : May 21, 2020, 11:53 AM IST

કચ્છઃ જિલ્લામાં 223 સખીમંડળની 865 જેટલી બહેનો છેલ્લા બે મહિનાથી માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. આ કામગીરીમાં સખીમંડળ દ્વારા રૂપિયા 10માં કાપડ માસ્ક તૈયાર કરવામાં આવે છે અને આ કામગીરી દ્વારા પ્રતિ બહેન 300થી 350 રૂપિયા ઘર બેઠા રોજગારી મેળવી રહે છે. લોકડાઉનમાં સખીમંડળની બહેનોને રોજગારી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છમાં સખી મંડળની બહેનોએ બનાવ્યા 14.72 લાખ માસ્ક
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર એમ કે, જોશીએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓના ઓર્ડર મુજબ સખી મંડળની બહેનો દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ઉત્પાદન સાથે તેનું પહોંચતા પણ કરાઈ રહ્યા છે. જિલ્લામાં માસની કોઈ જ કમી રહેશે નહીં અને લોકોને સરળતાથી યોગ્ય કિંમત પર માસ્ક મળતાં થઇ રહ્યા છે.આ કામગીરી નિયમિત રીતે ચાલે તે માટે તાલુકા અને જિલ્લાની મિશન મંગલમની ટીમ સતત કાર્યરત છે તેમજ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી દ્વારા પણ આ અંગે સતત ફોલોઅપ લઈ બહેનોને રોજગારની સાથે પ્રોત્સાહન પૂરું પડી રહ્યું હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details