ભુજઃ જિલ્લા પંચાયત કચ્છ ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની પ્રાથમિક માહિતી આપતા આ યોજના હેઠળ થયેલી કામની વિગતો જણાવી હતી. જે પૈકી કોવિડ-19 દરમિયાન 2019-20માં 80 કામો અને વર્ષ 2020-21 પૈકી 40 કામો થયાની વિગતો રજૂ કરી હતી.
અધ્યક્ષ પ્રભવ જોશીએ ફાળવવામાં આવેલા કુલ 25,00,000 રૂપિયા હેઠળ વર્ષ 2020-21માં મંજૂર થયેલા ડિસ્ટ્રીક્ટ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની ગ્રામસ્તર સુધી કરવામાં આવતા પ્રચાર પ્રસાર અને તકેદારીના પગલાં, તાલીમ કાર્યક્રમો, સ્વૈચ્છિક સંગઠનો, આશાવર્કરો, આંગણવાડી અને બાલિકામંચથી કરવાની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છમાં 'બેટી બચાવો, બેટી વધાવો' અંતગર્ત 120 કામ કરાયા, છેવાડાના ગામો સુધી પહોંચાડાયા સેનેટરી પેડ - બેટી બચાવો બેટીવધાવો
કચ્છમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી હતી. જેમાં દીકરીઓના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત દિકરી વધામણી કિટ, કિશોરી મેળા, સેલ્ફ ડિફેન્સ, પંચાયત સ્તરેથી માત્ર દિકરીના વાલીનું સન્માન તેમજ જનજાગૃતિ માટે કરવામાં આવતાં સમુહ પ્રત્યાયનોના કાર્યક્રમો જેમ કે નાટક, ભવાઈ, ભીંત સૂત્રો, રેલી, દિકરી બચાવો સહી ઝૂંબેશ ગુડ્ડા ગુડી બોર્ડ જાતિ પરીક્ષણ અટકાવ માટે પ્રતિબંધાત્મક પગલાઓ માટે કરવાની કામગીરી, દિકરીઓને પ્રોત્સાહન આપતા વાર્ષિક રિપોર્ટ, શિક્ષણ, આરોગ્ય સમાજમાં સારુ દેખાવ કરનાર દિકરીઓને ઈન્ડકશન ટ્રેનીંગ ઓફ સ્કુલ મોનીટરીંગ કમિટિની કામગીરી, અંતિમ છેવાડાના વિસ્તારથી જરૂરિયાતમંદો સુધી સેનિટરી પેડનું વિતરણ કરવાની કામગીરી, આરોગ્ય તંત્રને સાથે રાખી બેટી બચાવો માટે કરવાની કામગીરી તેમજ દિકરીઓ સ્વસુરક્ષા માટે કરાટે સ્વબચાવની તાલીમ જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
આ સબંધિત વિભાગના સંકળાયેલા અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી, આરોગ્ય અધિકારી, રિપ્રોડકટીવ ચાઈલ્ડ હેલ્થ ઓફિસર, માહિતી અધિકારી, બાળ સુરક્ષા અધિકારી તેમજ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.