- કચ્છના દરિયા કિનારેથી મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો
- ગુજરાત ATS દ્વારા 8 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી
- પોલીસે આરોપીઓ માટે 12 દિવસના રિમાન્ડ માંગ્યા
જખૌ દરિયા કિનારેથી 30 કીલો હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર - Indian Coastguard
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સોને રિમાન્ડની માંગણી સાથે શનિવારે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ગુનાની ગંભીરતા સમજી આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની કસ્ટડી ATS ગુજરાતને સોંપાઈ છે. તેમના દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે.
કચ્છ: જિલ્લાના દરિયા કાંઠે અવાર નવાર પાકિસ્તાન તરફથી આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ગુજરાત ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ)ને મળેલી બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહીથી પાકિસ્તાની વ્યક્તિઓને ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા. મધરાત્રે આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયતમાં પાકિસ્તાનની નૂહ નામની માછીમારી બોટમાંથી હેરોઈનના એક-એક કિલોની 30 પેકેટ મળી આવ્યા હતા.
NDPS કોર્ટમાં 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા
પકડાયેલા હેરોઇનની કિંમત 150 કરોડ આંકવામાં આવી છે. હેરોઈનના આ પેકેટ પાકિસ્તાની બોટમાં યુક્તિ પૂર્વક છુપાવાયા હતા. બોટમાં સવાર ઝડપાયેલા પાકિસ્તાની 8 ખલાસીઓને ગુરુવારે સવારે જખૌ કોસ્ટગાર્ડ ખાતે લવાયા હતા. જેઓને રિમાન્ડની માંગણી સાથે ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.