દર વર્ષની જેમ આ વર્ષે હોસ્પિટલ ખાતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. ખિલખિલાટના કેપ્ટન અનિલભાઈ ગુસાઈ સાન્ટાક્લોઝ બનીને 108 તેમજ ખિલખિલાટના સ્ટાફ સાથે હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં પહોંચીને તમામ બાળકોને તેમજ તેમના સગાં વ્હાલાઓને ચોકલેટ આપીને હર્ષનો માહોલ સર્જ્યો હતો. તેમજ સાન્ટાક્લોઝની સાથે-સાથે સ્ટાફ વતી ખિલખિલાટ હોસ્પિટલ કોરડીનેટર યોગેન્દ્રસિંહ તથા સંજય ડોલર અને પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર પણ હાજર રહ્યા હતા. તેમજ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં 108 અને ખિલખિલાટના કર્મચારીઓએ કરી ક્રિસમસની ઉજવણી - 108 employees of Bhuj Civil Hospital and Khilkilat celebrated Christmas
કચ્છ: ભૂજ સિવિલ હોસ્પિટલમાં નાતાલની ઉજવણી પ્રસંગે 108 અને ખિલખિલાટના કર્મચારીઓએ ક્રિસમસની ઉજવણીમાં દર્દીઓ તથા તેમના દર્દના ભાગીદાર થઈને ખુશીની વહેચણી કરી હતી.
108 અને ખિલખિલાટના કર્મચારીઓએ ક્રિસમસની ઉજવણી કરી
મોટાભાગે હોસ્પિટલમાં લોકો અને બાળકો હસતા જોવા મળતા નથી. પરંતુ બાળકોને ગમતા સાન્ટાકલોઝ એકાએક આવી જતા બાળકો ખુશ થઈ ગયા હતા. તેમજ ચોકલેટ મેળવીને ખુશ થયા હતા. આ ઉજવણીમાં બાળકોની સાથે સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ જોડાયો હતો. તેમજ ખુશી વ્યક્ત કરી હતી.