- સુથરીના સમુદ્ર તટ પાસે કેફી દ્રવ્યોના 10 પેકેટ મળી આવ્યાં
- છેલ્લાં 15 દિવસમાં કચ્છમાંથી 64 કેફી દ્રવ્યોના પેકેટ મળ્યાં
- તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
કચ્છ: મળતી પ્રાથમિક માહિતી મુજબ કોઠારા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન સુથરીના દરિયાકિનારા ( Suthri beach in kutch ) પાસેથી બિનવારસી કેફીદ્રવ્યોના ( Narcotics ) 10 પેકેટ મળી આવ્યાં હતાં. આ પેકેટના પદાર્થની આંતરરાષ્ટ્રીય કિંમત 1,50,000 રૂપિયાની છે તો આ અંગે સુરક્ષા એજન્સીઓએ પણ વધારે તપાસ હાથ ધરી છે.
છેલ્લાં 15 દિવસમાં કચ્છમાંથી 64 કેફી દ્રવ્યોના પેકેટ મળ્યાં
છેલ્લા 15 દિવસોમાં કચ્છ જિલ્લામાં 54 જેટલાં કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા હતાં. અવારનવાર કચ્છ જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો ( Narcotics ) જથ્થો મળી આવ્યો છે, ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ તથા પોલીસની ટીમો સતર્ક બની છે. આ સંદર્ભે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
Narcotics War: સુથરીના દરિયાકિનારેથી કેફી દ્રવ્યોના 10 પેકેટ મળી આવ્યાં
કચ્છ જિલ્લામાં ઘણા સમયથી બિનવારસી કેફીદ્રવ્યોના પેકેટ મળી આવવાનો સિલસિલો જારી રહ્યો છે. અબડાસા અને લખપત દરિયાઇ વિસ્તારમાં તથા માંડવીના દરિયા કિનારા પરથી પણ કેફીદ્રવ્યોના પેકેટ મળી આવ્યાં બાદ ગઈકાલે કોઠારા પોલીસની ટીમને બપોરે પેટ્રોલિંગ દરમિયાન સુથરીના દરિયાકિનારા પરથી ( Suthri beach in kutch ) બિનવારસી કેફીદ્રવ્યોના ( Narcotics ) 10 પેકેટ મળી આવ્યાં હતાં.
Narcotics War: સુથરીના દરિયાકિનારેથી કેફી દ્રવ્યોના 10 પેકેટ મળી આવ્યાં