આ ઘટનાને પગલે પડોશીનો લગ્નનો પ્રસંગ અન્ય પાડોશી માટે માતમનું કારણ બન્યો હતો. ડાકોર પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાકોર ભક્તિપાર્ક સોસાયટીમાં લગ્ન પ્રસંગે રાજસ્થાનના ભીલવાડાથી આવેલા અખિલ આગલ નામના યુવાને ગેરવર્તણૂંક કરતા પાડોશીએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈને તેણે નિર્મલ પટેલ અને કૌતુક પ્રજાપતિને છરીના ઘા ઝીંકી દીધા હતા.જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નિર્મલ પટેલનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ડાકોરમાં લગ્ન પ્રસંગે નજીવી બાબતે છરીના ઘા ઝીકતા યુવાનનું મોત - KHD
નડિયાદઃ ડાકોરમાં પાડોશીના ઘરે લગ્ન પ્રસંગે આવેલા ઈસમે સામાન્ય બોલાચાલીમાં બે યુવાનને છરીના ઘા ઝીંકી દેતા એક યુવાનનું મોત થયું હતું. જયારે અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
![ડાકોરમાં લગ્ન પ્રસંગે નજીવી બાબતે છરીના ઘા ઝીકતા યુવાનનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3646764-thumbnail-3x2-kheda.jpg)
Dakor
જયારે કૌતુક પટેલ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે પડોશીના લગ્નનો પ્રસંગે બીજા પડોશી માટે માતમનું કારણ બન્યો.ઘટના સંદર્ભે હત્યાના મામલામાં ડાકોર પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણ આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.