ખેડા જિલ્લામાં પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા પ્રશાસન સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે નડિયાદ ખાતે આવેલી દિવ્યાંગ બાળકોની મૈત્રી સ્કૂલ ખાતે મંદબુદ્ધિ બાળકોએ યોગની તાલીમ મેળવી હતી. જેમાં યોગ આચાર્યો દ્વારા વિવિધ યોગાસનો શીખવવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક શીખ્યા હતા.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા યોગની તાલીમ મેળવવામાં આવી ખેડા જિલ્લાના 11 જેટલા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ યોગાભ્યાસ યોજાશે. ખેડા જિલ્લામાં 1700 ઉપરાંત સ્થળોએ ત્રણ લાભ નાગરિકો સામુહિક યોગાભ્સાયમાં જોડાશે. ખેડા જિલ્લાના રણછોડરાય મંદિર-ડાકોર, સંતરામ મંદિર, BAPS મંદિર-નડિયાદ, સ્વામીનારાયણ મંદિર-વડતાલ, ગળતેશ્વર મહાદેવ મંદિર-ગળતેશ્વર, સિધ્ધિ વિનાયક મંદિર-મહેમદાવાદ, બ્રહ્માકૃમાર વિશ્વ વિદ્યાલય-નડિયાદ, રોઝા-રોજીની મકબરા-સોજાલી, શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રી રચનાભૂમિ-નડિયાદ, શંખેશ્વર પાશ્વનાથ જૈન તીર્થ-રાસ્કા તેમજ ભાથીજી મંદિર-ફાગવેલમાં યોગા સાધકો દ્ધારા યોગાભ્યાસ યોજાશે.
યોગાભ્યાસના કાર્યક્મોમાં સાધુ, સંતો, મહંતો, ધર્મગુરુઓ, વિવિધ રમતોના રમતવીરો, લાઇન્સ, રોટરી કલબ સહિતની સમાજ સેવા સંસ્થાઓ, ડોકટર્સ, પ્રોફેસરો સહિતના વ્યવસાયિકો તમામ સ્થળોએ મોટી સંખ્યામાં જોડાનાર હોવાનું જણાવ્યું હતું. યોગના અભ્યાસ આયુષ દ્વારા નિર્ધારીત પ્રોટોકોલ પ્રમાણે અને તાલીમબધ્ધ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે. ખેડા જિલ્લામાં પતંજલિ યોગ પીઠના 18 જેટલા માસ્ટર ટ્રેનર દ્વારા યોગાભ્યાસ કરાવવા સાથે ટ્રેનીંગ પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક/સરકારી ખાનગી તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાઓ-શૈક્ષણિક સંસ્થાઓમાં યોગાભ્યાસ યોજાવાનો છે. ગ્રામજનોને આ સ્થળોએ યોગાભ્યાસમાં સામેલ થાય એવો એમણે અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પતંજલિ યોગ વિદ્યાપીઠના નિષ્ણાંતો દ્વારા ખેડા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને યોગાભ્યાસની તાલીમ આપવામાં આવી છે.