ખેડા: ખેડા જિલ્લામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે અધિકારીઓ, કર્મચારીઓ સહિત લોકો દ્વારા યોગાસન કરવામાં આવ્યા હતા. મહુધાની આંગણવાડી બહેનો દ્વારા પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ખેડામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી - World yoga day 2020
ખેડા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોશીયલ ડિસ્ટન્સિંગ ના પાલન સાથે વિવિધ સંસ્થાઓ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો.
ખેડામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
સમગ્ર જનસમુદાયને પરિવાર સાથે જોડી ICDSના લાભાર્થીઓ બાળકો, કિશોરીઓ તથા ધાત્રીમાતાઓને પ્રોત્સાહિત કરી ઘરેથી યોગાસન કરી ઉજવણીમાં ભાગ લીધો હતો.
ડાકોર સરસ્વતી શિશુ મંદિર, અંબાવાડી પથિકાશ્રમ અને મેવાડા ભુવન ખાતે યોગાસનો કરાવાયા હતા.તેમજ યોગ અંગેની ઉંડી સમજ આપવામાં આવી હતી.