- ખેડાની મહિલાઓ દ્વારા બનાવેલા માટીના ડીઝાઈનર દીવડા
- સમયનો સદુપયોગ કરી બનાવે છે માટીના રંગબેરંગી દીવડા
- દીવડા બનાવી ગામડાની મહિલાઓ મેળવે છે રોજગારી
- ડિઝાઈનર દીવડા બનાવી મોકલાવે છે મહાનગરી મુંબઈ
દિવાળી પર્વે ખેડાની ગ્રામીણ મહિલાઓ ડિઝાઈનર દીવડાઓ તૈયાર કરી મોકલી રહી છે મુંબઇ
પ્રકાશ પર્વ દિવાળીનો તહેવાર હવે નજીકમાં છે. ત્યારે ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દ્વારા બનાવેલા માટીના ડીઝાઈનર દીવડા દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘરોમાં ઝળહળશે. ગ્રામીણ મહિલાઓ દ્વારા ઘરકામમાંથી મળેલા સમયનો સદુપયોગ કરી માટીના રંગબેરંગી આકર્ષક ડિઝાઈનર દીવડા બનાવી ટ્રકોમાં મુંબઈ મોકલવામાં આવી રહ્યા છે. મહાનગરમાં દીવડાઓની સારી એવી માંગ રહેતી હોવાથી દીવડા બનાવી ગામડાની મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
ખેડા: પ્રકાશ પર્વ દિવાળીનો તહેવાર હવે નજીકમાં છે ત્યારે ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દ્વારા બનાવેલા માટીના ડીઝાઈનર દીવડા દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘરોમાં ઝળહળશે. ગ્રામીણ મહિલાઓ દ્વારા ઘરકામમાંથી મળેલા સમયનો સદુપયોગ કરી માટીના રંગબેરંગી આકર્ષક ડિઝાઈનર દીવડા બનાવી ટ્રકોમાં મુંબઈ મોકલવામાં આવી રહ્યા છે. મહાનગરમાં દીવડાઓની સારી એવી માંગ રહેતી હોવાથી દીવડા બનાવી ગામડાની મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
દિવાળી પર ડિઝાઈનર દિવડાની વિશેષ માંગ
પ્રકાશોત્સવ દિવાળી હવે નજીકમાં છે, ત્યારે દિવાળી ઉપર દિવડાનું વિશેષ મહત્વ રહેલું છે. આજકાલ બજારમાં પણ વિવિધ રંગબેરંગી આકર્ષક ડિઝાઈનર દીવડાંઓની વિશેષ માંગ જોવા મળી રહી છે.