ખેડા જિલ્લો સહકારી ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે, ત્યારે અહીંની વિવિધ સહકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને તેની કાર્યપદ્ધતિ અન્ય સંસ્થાઓ માટે માર્ગદર્શક બની રહી છે. જેને લઈ અમરેલી જિલ્લાની સહકારી મંડળીઓની હોદ્દેદાર મહિલાઓએ ખેડા જિલ્લાની ચુણેલ સેવા સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ વિવિધ સહકારી પ્રવૃત્તિઓ અને કાર્યપદ્ધતિ સહિતની વિગતો અંગે પ્રત્યક્ષ માહિતી માર્ગદર્શન મેળવ્યું હતું. જેથી તેઓ પોતાની સંસ્થામાં વિશિષ્ટ કામગીરી કરી શકે અને પોતાના સભાસદોને ઉપયોગી થઈ શકે. સંસ્થાની વિવિધ બહુહેતુક પ્રવૃત્તિઓ અંગે જાણકારી અને માર્ગદર્શન મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
અમરેલી જિલ્લાની મહિલા સહકારી હોદ્દેદારોએ ખેડાની મુલાકાત લીધી - મધ્યસ્થ સહકારી બેંક
અમરેલી: જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી તાલીમ મેળવી રહેલી અમરેલી જિલ્લાની સેવા સહકારી મંડળીઓની હોદ્દેદાર મહિલાઓએ ખેડા જિલ્લાની સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. તેઓએ તેની પ્રવૃત્તિઓ અને કાર્યપદ્ધતિ સહિતની વિવિધ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
અમરેલી જિલ્લાની મહિલા સહકારી હોદ્દેદારોએ ખેડાની મુલાકાત લીધી
સહકારી ક્ષેત્રે મહિલાઓ કાર્યરત થાય તે માટે મહિલાઓને સહકારી ક્ષેત્રે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં અમરેલી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે, ત્યારે આ તાલીમના ભાગરૂપે સહકારી ક્ષેત્રે અગ્રણી સહકારી મંડળીઓની કામગીરી જોઈ અને જાણી શકે તે માટે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી તાલુકાઓની સેવા સહકારી મંડળીઓની 65 હોદ્દેદાર મહિલાઓએ ચુણેલ સેવા સહકારી મંડળીની મુલાકાત લીધી હતી.