ખેડા: નડિયાદ તાલુકાના આખડોલ ગામ પાસેથી પસાર થઈ રહેલી કેનાલમાં એક પરણિત મહિલા કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન કેનાલના કિનારેથી પગ લપસી જતા મહિલા કેનાલના પાણીમાં તણાઈ હતી. જેથી આ મહિલાનું મોત થયું હતું.
નડિયાદ: કેનાલમાં ડૂબવાથી મહિલાનું મોત
નડિયાદ તાલુકાના આખડોલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં કપડા ધોવા ગયેલી મહિલાનું કેનાલના પ્રવાહમાં તણાઈ જતાં મોત નિપજયું હતું. જે મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કેનાલમાં ડૂબવાથી મહિલાનું મોત
ઘટના અંગે પોલીસને જાણ થતાં નડીયાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મહિલાનો મૃતદેહ મળ્યો નથી. જેથી નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.