વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના આશિર્વાદ અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બૉર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડતાલ તાબાના ' વડતાલધામ સ્વામિનારાયણ મંદિર ' બ્રિસબેન ઓસ્ટ્રેલિયા ખાતે સુંદર અને કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધર્મભાવના સાથે રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી રહી છે.
બ્રિસ્બેન સ્વામિનારાયણ મંદિરમાં રાષ્ટ્રભાવના સાથે હિંડોળાનું આયોજન - બ્રિસબેન ઓસ્ટ્રેલિયા
ખેડા: કાંગારૂ ભૂમિ-ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણી હિંડોળાનું ભક્તિભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં NRI ભાવિકો હિંડોળા દર્શનનો લાભ લઇ રહ્યા છે. વિદેશી ભૂમિ પર વડતાલ તાબાનું 'વડતાલધામ' મંદિર સત્સંગ સાથે રાષ્ટ્રભાવના ઉજાગર કરી રહ્યું છે.
Brisbane
NRI ભાવિકો આ હિંડોળા દર્શનનો હોંશે હોંશે લાભ લઇ રહ્યા છે. આ વડતાલાધામ મંદિરમાં ભારતીય રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ થાય છે. સ્વતંત્રતા દિનની ઉજવણીનું પણ સુંદર આયોજન થયું હતું. આ બધું આયોજન ધોલેરાધામના મહંત રામકૃષ્ણ સ્વામીના સેવક જીતેનભાઈ પટેલ સંભાળી રહ્યા છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના સાથે સંસ્કાર નિરુપણ કરી રહ્યા છે.