ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં - ખેડામાં ટાંકી ધરાશાયી

ખેડાના મુગટપુરા ગામે એક લાખ લીટર પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જો કે, ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી. આ ટાંકીની જર્જરિત હાલતને લઈને ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ETV BHARAT
ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

By

Published : Jun 30, 2020, 10:50 PM IST

ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના મુગટપુરા ગામે એક લાખ લીટર પાણીની ટાંકી ધરાશાયી થઇ છે. આ ટાંકી દ્વારા 5 ગામને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે, પરંતુ આ ટાંકી ગત ઘણા સમયથી જર્જરિત હતી. જેથી આ અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત પડતી નહોતી. જેથી ગ્રામજનોને જેનો ભય હતો, તે ઘટના બની છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ટાંકી ધરાશાયી થતાં 5 ગામના અંદાજે 3,500 લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details