ખેડા : જિલ્લાના તાલુકાનું ડાકોર નગરપાલિકામાં સમાવિષ્ટ ગામમાંં પાણી માટે અબોલ-વૃદ્ધ સહિત સૌ કોઇને આખો દિવસ દડમજલ કરવી પડે છે. ગામમાં અનેક વખત રજૂઆતો બાદ પણ વર્ષોથી પીવાના પાણીની સમસ્યા જેમની તેમ જ છે. ગામમાં માત્ર એક જ હેન્ડપંપ છે. જેનું પાણી વપરાશ માટે જ ઉપયોગમાં લેવાય છે. જે પાણી ભરવા માટે પણ મહિલાઓની ભારે ભીડ થાય છે.
વર્ષોથી પાણી માટે તરસતું ખેડાનું રણછોડપુરા ગામ - Water problem in Ranchodpura
જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા રણછોડપુરા ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા પ્રવર્તે છે, પરંતુ ગ્રામજનોની અનેક વખતની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગામમાં માત્ર એક જ હેન્ડપંપ છે. જેનું પાણી પીવાલાયક ન હોવાથી ગ્રામજનોને 2 કિલોમીટર દૂરથી પાણી ભરી લાવવું પડે છે, ત્યારે પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટેની ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી રહી છે.
વર્ષોથી પાણી માટે તરસતું ખેડાનું રણછોડપુરા
મહત્વનું છે કે, લોકોને પીવાનું પાણી 2 કિલોમીટર દૂરથી ભરી લાવવું પડે છે. અહીં મહિલાઓનો દિવસનો મોટા ભાગનો સમય પાણી લઇ આવવામાં જ પસાર થઇ જાય છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં પાણી માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. વર્ષોની અનેક રજૂઆતો બાદ ગામમાં એક બોર બનાવવામાં આવ્યો છે તે પણ શોભાના ગાંઠિયા સમાન જ છે. બોરમાંથી આજદિન સુધી પાણી આવ્યું નથી.