ખેડા: ખેડા જિલ્લામાં શુક્રવારે કલેક્ટર આઇ કે જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં પાણી સમિતિઓ દ્વારા કુલ રૂ. 9.45 લાખનો લોકફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં SC કેટેગરીના 6 ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રગતિ હેઠળની કુલ 18 ગામોની યોજનાઓના રૂ.51.32 લાખના ફંડને બહાલી આપવામાં આવી હતી.
ખેડા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જળ અને સ્વચ્છતા એકમની બેઠકનું આયોજન
ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને શુક્રવારે ખેડા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી.જેમાં “જલ જીવન મિશન” અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ કુલ 17 નવીન યોજનાઓમાં 1790 જેટલા નળ કનેક્શન માટેની અંદાજીત રકમ રૂ.218 લાખની સુચિત લોકભાગીદારીવાળી યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી.
ખેડા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જળ અને સ્વચ્છતા એકમની બેઠકનુ આયોજન
જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે પ્રગતિ હેઠળની 60 યોજનાઓમાં ઝડપી કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવા જણાવ્યું હતું. નિયત સમય મર્યાદામાં ગ્રામજનોને પીવાનાં પાણીનો લાભ મળી શકે તે અંગે યોગ્ય આયોજન કરવા કલેક્ટરે સૂચના આપી હતી. યુનિટ મેનેજર યુ.એમ.મહેતાએ યોજનાઓ ઝડપથી પૂર્ણ થશે તેવી ખાત્રી આપી હતી.
આ બેઠકમાં વાસ્મોનાં/પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સહિત જિલ્લા સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.