- ખેડામાં દિવાળી બાદ કોરોનાના સંક્રમણમાં વધારો નોંધાયો
- કોરોનાના કારણે ખેડાના ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન કરાયું
- નડિયાદ તાલુકાના નરસંડા અને પીપલગ ગામમાં લૉકડાઉન
- ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામમાં પણ સ્વૈચ્છિક લૉકડાઉન
કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન
દિવાળી બાદ રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડામાં પણ કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લાના વિવિધ ગામોએ સ્વૈચ્છિક લૉકડાઉનનો અમલ કર્યો છે. નડિયાદના નરસંડા અને પીપલગ ગામે સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરી દીધું છે. જોકે દૂધ, દવા, અનાજ દળવાની ઘંટી અને શાકભાજી જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે.
ખેડાઃ જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને જિલ્લામાં વિવિધ ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવાની પહેલ કરી નડિયાદ તાલુકાના નરસંડા અને પીપલગ ગામ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેનો ગ્રામજનો દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવે છે. દૂધ, દવા, અનાજ દળવાની ઘંટી અને શાકભાજી જેવી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે.