- ટીંબાના મુવાડા ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે દત્તક લેવાયું
- ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
- સાંસદ દ્વારા નિયમિત મુલાકાત લઈ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાય
ખેડા :પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે દત્તક લેવામાં આવ્યું છે. અત્યારે કોરોના મહામારી વચ્ચે ગામમાં પણ સંક્રમણમાં વધારો જોવા મળ્યો હતો. ગામમાં વધી રહેલા સંક્રમણને લઇ ગ્રામ પંચાયત દ્વારા એક મહિના ઉપરાંતના સમયગાળા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે ગામમાં હાલ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગામમાં 10 દર્દીઓ આઇસોલેશન હેઠળ છે
ગામમાં લોકડાઉન પહેલા 25 કેસ નોંધાયા હતા. હાલ 12 જેટલા એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. જ્યારે અન્ય બે દર્દીઓ થર્મલ ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ છે. જ્યાં તાલુકાના કુલ 29 દર્દીઓ દાખલ છે. ગામમાં કોરોનાને કારણે અત્યાર સુધી પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર, સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું
ગામમાં પ્રાથમિક શાળા ખાતે આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યુંગ્રામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સંક્રમણ વધતુ અટકે તે માટે સતત કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં ગામને સેનેટાઈઝ કરવા ઉપરાંત ગામમાં સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં આરોગ્યલક્ષી સર્વે કરવા સાથે ટેસ્ટિંગ તેમજ રસીકરણની કામગીરી હાથ ધરાઈ રહી છે. ગામમાં પ્રાથમિક શાળા ખાતે આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ગામમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે પણ આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.