ખેડા જિલ્લામાં ભારે વરસાદ થતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદી માહોલમાં સેવાલિયા પાસે મહીસાગર નદી પર આવેલો બ્રિજ તૂટ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી ખેડા-આણંદ જિલ્લા તરફથી દાહોદ-ગોધરાનો વાહન વ્યવહાર બંધ થયો હોવાના મેસેજે લોકોમાં અફવા ફેલાતા વરસાદી માહોલમાં આ રોડ પરથી અવરજવર કરવા માંગતા લોકો અટવાયા હતા. જો કે, સેવાલિયા બ્રિજ બિલકુલ તૂટ્યો નથી તેમજ વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ જ ચાલુ છે અને આ વીડિયો જૂનો હોવાનું જણાઈ આવ્યું છે.
ખેડાના મહીસાગર નદીનો બ્રિજ તૂટવાનો વીડિયો વાયરલ થતા અફવા ફેલાઈ - મહીસાગર
ખેડાઃ જિલ્લામાં ભારે વરસાદ વરસતા મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ તૂટ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થયો છે. જેથી લોકોમાં અફવા કે ભય ફેલાય તેવા વિડીયો વાયરલ નહીં કરવા જણાવાયું.
viral video
આ વાતની જાણ તંત્રને થતાં તેમણે અપીલ કરી છે કે, લોકોમાં અફવા કે ભય ફેલાય તેવા મેસેજ વાયરલ કરવા નહી મહત્વનું છે કે. ખેડા જિલ્લામાં ભારે વરસાદને લઇ ઠેર ઠેર પાણી ભરાતા અનેક રોડ બંધ થઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ સામાન્ય વરસાદ વચ્ચે પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.