ખેડા : ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અમૂલના નવા ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો વાઇસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની વરણી કરવામાં આવી છે. આઝાદી બાદ પહેલીવાર અમુલ પર ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે. અગાઉ રામસિંહ પરમાર અમૂલના ચેરમેન હતા. અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના 13 સભ્યો, અમૂલ-ફેડરેશનના પ્રતિનિધિ અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
અમુલ ડેરીના 3 ડિરેક્ટર 3 દિવસ પહેલાં કમલમ ખાતે સી.આર.પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા કોંગ્રેસના શાસનનો અંત: ઉલ્લેખનીય છે કે અમુલ ડેરીના 3 ડિરેક્ટર 3 દિવસ પહેલાં કમલમ ખાતે સી.આર.પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. જે શાસનનો અંત આવી ગયો છે. ફેડરેશનમાં પણ મોટાભાગની ડેરીઓના ચેરમેન હવે ભાજપ પ્રેરિત છે. અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. જેમાં 6 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે.
આઝાદી બાદ પહેલીવાર અમુલ પર ભાજપનો કબ્જો આ પણ વાંચો:Amuls Achievement : અમૂલ સંઘનું 2021-22નું અધધ ટર્નઓવર, આંકડો જાણી આંખો થશે પહોળી
કોણ છે વિપુલ પટેલ:અમૂલના ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણુક કરવામાં આવી છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ છે. સાથે નડિયાદ APMCમાં બે ટર્મથી ચેરમેન પદે છે. આ સાથે આણંદ APMCમાં તેઓ 2 ટર્મથી સભ્ય અને આરકો ગુલના બે ટર્મ ચેરમેન રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ અમૂલ ડેરીમાં ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે.
કોણ છે કાંતિ સોઢા પરમાર:કાંતિ સોઢા પરમાર આણંદ બેઠક પરથી 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. પરંતુ જાન્યુઆરી 2023માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
અમૂલના નવા ચેરમેન બન્યા વિપુલ પટેલ, વાઇસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની વરણી આ પણ વાંચો:Congress Leaders Joined BJP : ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા
કોણ છે રામસિંહ પરમાર: રામસિંહ પરમાર છેલ્લા 25 વર્ષથી અમૂલ ડેરીના ચેરમેન રહ્યા છે. તેઓ ખેડૂત પશુપાલકોના હિતમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. રામસિંહ 2017ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થતા આ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં રામસિંહની પણ પ્રબળ દાવેદારી માનવામાં આવતી હતી.